________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ
૩૬૩
થશે. અહા ! આ અંત:સ્થિરતા એ ચારિત્ર છે, પંચમહાવ્રતના ભાવ એ ચારિત્ર નથી. સ્વરૂપસ્થિરતા થતાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધ ઉપયોગની જમાવટ થાય છે અને તે મુનિદશા છે. તેનું અંતિમ ફળ પૂર્ણદશારૂપ મોક્ષ છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. (૮-૫૩૦)
(૧૦૦૪ )
શુદ્ધ ચિદાનંદઘન આત્મા છે તેના જ્ઞાનશ્રદ્ધાન ને અંત૨-૨મણતા-લીનતા કરવાથી રાગાદિનો સર્વથા નાશ થઈ જાય છે અને સર્વ કર્મનો છેદ થઈ જાય છે; અને ત્યારે અતુલ, અક્ષય, કેવળજ્ઞાનમય મોક્ષદશા પ્રગટ થાય છે. ભાઈ! સિદ્ધને જે વડે મોક્ષદશા પ્રગટ થઈ છે એવું સામર્થ્ય પ્રત્યેક આત્મામાં રહેલું છે.
કેવી છે મોક્ષદશા ? તો કહે છે-અતુલ અર્થાત્ અનુપમ છે. અહા! જેની તુલના-ઉપમા કોઈની સાથે ન કરી શકાય એવી મોક્ષદશા અતુલ-અનુપમ છે.
વળી તે અક્ષય અર્થાત્ અવિનાશી છે. અહાહા...! આત્મામાં અજ્ઞાન અને રાગદ્વેષનો સર્વથા નાશ થઈને જે પૂર્ણ કેવળજ્ઞાન અને વીતરાગતાની દશા પ્રગટ થઈ તે અક્ષયઅવિનાશી છે. કેટલાક માને છે ને? કે ભગવાન, ભક્તોને ભીડ પડે ત્યારે, અવતાર ધારણ કરે છે. પણ એ માન્યતા બરાબર નથી. અનંત આનંદની અક્ષય દશા જેને પ્રાપ્ત થઈ તે પછી ભવ ધારણ કરતા નથી. એને ભવનું બીજ જ સમૂળગું નાશ પામી ગયું છે ને? અહાહા... ! ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં' –અર્થાત્ મોક્ષદશા પ્રગટી તે અનંત સુખની દશા એવા જ અનંતકાળ રહેવાની છે. અહા ! આવી અક્ષય મોક્ષદશા છે.
(૮-૫૩૦)
( ૧૦૦૫ )
જોયું? મોક્ષને એટલે કે અનંત આનંદને અનુભવતું, જેમ ફૂલની કળી સર્વ પાંખડીએ ખીલી નીકળે તેમ, આત્માનું જ્ઞાન ને દર્શન પૂર્ણ ખીલી નીકળ્યું, અહા! તે પૂરણ જ્ઞાનદર્શનની દશા સહજ એટલે સ્વાભાવિક અને નિત્ય ઉઘાતરૂપ છે; અર્થાત્ જેનો પ્રકાશ નિત્ય છે એવી છે. અહાહા...! કેવળદર્શન ને કેવળજ્ઞાન જે અંતરમાં સ્વભાવમાં ત્રિકાળ શક્તિપણે હતાં તે વર્તમાન વ્યક્ત થયાં-ખીલી નીકળ્યાં; હવે તે, કહે છે, નિત્ય ઉઘોતરૂપ છે. (૮-૫૩૧ )
( ૧૦૦૬ )
આત્માનો જે નિજરસ ચૈતન્યરસ-આનંદરસ-વીતરાગરસ છે તેની અતિશયતાલિશેષતા કેવલજ્ઞાન ને મોક્ષદશા થતાં પ્રગટ થઈ ગઈ. અહાહા...! સિદ્ધ દશા આવી નિજસની-ચૈતન્ય૨સની અતિશયતાથી અત્યંત ગંભીર છે. છદ્મસ્થને તેની ગંભીરતાનો પાર પામવો મુશ્કેલ છે. અહા! સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્માની જ્ઞાનના દશાની ઉંડપ પાર ન પમાય તેવી અમાપ છે. જેમ સમુદ્ર અતિ ઊંડો ગંભીર છે તેમ ભગવાનનું પવિત્ર જ્ઞાન અતિ ઊંડું અમાપ ગંભીર છે. (૮-૫૩૧ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com