________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ
૩૬૧
રાગના સંબંધવાળો છું એવો એની માન્યતામાં સંદેહ હતો તે દૂર થતાં પોતે મોક્ષ સ્વરૂપ જ છે એમ જણાય છે. સંદેહ દૂર થતાં (અભિપ્રાયમાં) એનો મોક્ષ થઈ ગયો. ( ૭–૪૮૧)
(૯૯૬)
ભગવાન કેવળીએ જે શિવમારગ નામ મોક્ષનો માર્ગ કહ્યો છે તેને નિરંતર સાધતો થકો પોતાનો આત્મા આનંદરૂપ વા પૂર્ણ અતીન્દ્રિય આનંદસ્વરૂપ થઈ જાય છે. આનું નામ ૫૨માનંદસ્વરૂપ મોક્ષ છે. અહા! અંતરમાં સ્વરૂપનું ધ્યાન કરે તે સાધન છે, અને તે વડે ધર્મી પુરુષ સાધ્ય જે પરમાનંદસ્વરૂપ મોક્ષ તેને પ્રાપ્ત થઈ જાય છે; પરંતુ એમ નથી કે તે રાગના સાધન વડે પરમ આનંદદશારૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે. સમજાણું કાંઈ.... ? ( ૭-૫૬૧ )
(૯૯૭)
જ્યારે આ (−તત્ત્વનું) ભણ્યા-ગણ્યાનો સરવાળો તો કેવળજ્ઞાન આવે. અહાહા...! જેણે આ આત્માને ભણીને ગણતરીમાં લીધો છે, ‘હું નથી' એમ જે હતું તે ‘હું છું' એમ જેણે અસ્તિમાં લીધો છે તેને ગણતરીમાં સળવાળે કેવળજ્ઞાન આવે છે. બીજાં છ દ્રવ્યોને જેમ ગણે છે તેમ ‘હું એ યે દ્રવ્યોથી જુદો અનંત અનંત શાન્તિનો સાગર એક વિજ્ઞાનઘનસ્વભાવપણે અંદર વિરાજમાન છું' એવી અતંર-પ્રતીતિ વડે પોતાને ગણે તે એને સરવાળે મોક્ષ લાવે છે. અહાહા...! સ્વસ્વરૂપમાં એકત્વના પરિણામ એને મોક્ષનું કારણ થાય છે.
(૮–૧૩૪ )
( ૯૯૮ )
મોક્ષ એટલે શું? આત્માની પૂર્ણ શુદ્ધ દશા, પૂરણ વીતરાગવિજ્ઞાનદશાની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. અહા ! આત્મા પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપ છે. પર્યાયમાં તેની પૂરણ પ્રાપ્તિ થવી અર્થાત્ પૂરણ વીતરાગ કેવળજ્ઞાનદશાની પ્રાપ્તિ થવી તેનું નામ મોક્ષ છે.
(૮-૨૪૩)
(૯૯૯ )
મોક્ષ એ પર્યાય છે; એ ત્રિકાળી વસ્તુ નથી. જેમ સંસાર વિકારી ભેખ છે, જે મોક્ષમાર્ગ અંશે નિર્મળ ભેખ છે તેમ મોક્ષ છે એ પૂરણ આનંદની દશાનો ભેખ છે. જેટલી કોઈ નવી નવી અવસ્થાઓ થાય છે તે બધા ભેખ-સ્વાંગ છે. મોક્ષ એક સ્વાંગ છે. અને કાયમ રહેનારું તત્ત્વ તો ત્રિકાળી એક ધ્રુવ ચિન્માત્રસ્વરૂપ પ્રભુ આત્મા છે.
(૮–૩૭૮ )
( ૧૦૦૦ ) અહાહા...! પુરુષ ને બંધને પ્રજ્ઞા વડે છેદીને, પુરુષને મોક્ષ પમાડતું થયું, પૂર્ણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com