________________
મોક્ષ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૯
( ૯૮૮ )
ધ્રુવપણે એટલે નિશ્ચયપણે-નક્કીપણે અને અચળપણે એટલે ન ફરે એ રીતે જ્ઞાનસ્વરૂપે થતો એટલે અતીન્દ્રિય આનંદના સ્વાદે પરિણમતો જે આ ભગવાન આત્મા છે તે
જ મોક્ષનો હેતુ છે.
આત્મા પોતે મોક્ષસ્વરૂપ જ છે અને તેનું પરિણમન પણ મોક્ષસ્વરૂપ જ છે. અહાહા...! વસ્તુસ્વભાવ રાગથી ભિન્ન મોક્ષસ્વરૂપ છે. તેથી તેનું પરિણમન જે મોક્ષ સ્વરૂપ છે તે જ મોક્ષનું કારણ થાય છે. (૬-૧૦૨ )
(૯૮૯ )
કર્મથી પૂર્ણ છૂટવું એ દ્રવ્યમોક્ષ છે. અને ભાવથી-અપૂર્ણતા અને રાગથી પૂર્ણ છૂટી જવું એ ભાવમોક્ષ છે. મોક્ષ છે એ પણ આત્માનો એક ભેખ છે. દ્રવ્ય છે એ ત્રિકાળી છે અને મોક્ષ છે એ એનો પર્યાયરૂપ ભેખ છે. મોક્ષની પર્યાય છે એ કાંઈ દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ નથી. તથાપિ મોક્ષ છે તે પૂર્ણ નિર્વિકાર ચૈતન્યમય પર્યાય હોવાથી તે આત્માનો વાસ્તવિક ભેખ છે–તેથી તેનો નિષેધ નથી. (પ્રગટ કરવાની અપેક્ષાએ વાત છે. (૬–૧૬૪ )
(૯૯૦)
મોક્ષ એટલે આત્માના પરમ આનંદની પૂર્ણતાનો લાભ. આ બહારમાં ધન સંપત્તિ, વિષયભોગ સામગ્રી, ઇજ્જત-આબરૂ ઇત્યાદિમાં જે સુખ-આનંદ માને છે એ તો અજ્ઞાનીનો ભ્રમ છે. સુખ તો અંદર આત્મામાં છે. પર્યાયમાં સુખની પરિપૂર્ણ પ્રાપ્તિ થવી એનું નામ મોક્ષ છે. એ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અહા! ભગવાન આત્મા સદા પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. એની સન્મુખ થઈને એમાં ઢળવાથી પરિપૂર્ણ સ્વભાવનો ભાસ થઈ એની જે પ્રતીતિ થાય તે સમ્યગ્દર્શન છે, એના વેદન સહિત જે એનું જ્ઞાન થાય તે સમ્યાન છે અને એમાં રમણતા-લીનતા થતાં ને પ્રચુર આનંદનું વેદન થાય તે સમ્યક્ચારિત્ર છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, મોક્ષ જે પૂર્ણાનંદના લાભસ્વરૂપ પરિપૂર્ણ દશા છે તેના કારણરૂપ ભાવો છે. (૬-૧૮૨ )
( ૯૯૧ )
અહાહા ! ચિદાનંદઘન પ્રભુ અનાકુળ શાંત અને આનંદરસનો અમાપ-અમાપ ગંભી૨ જેનો બેહદ સ્વભાવ છે એવો ભગવાન આત્માનો મોક્ષ થતો નથી. જીવને પહેલાં માન્યતા હતી કે હું રાગથી બંધાણો છું; જ્ઞાન થતાં હું મોક્ષસ્વરૂપ જ છું એમ સમજાય છે. આત્મા રાગથી ભિન્નસ્વરૂપ જ છે એમ અંતર-અનુભવમાં સમજાણું ત્યારે તે મુક્ત જ છે, મુક્તસ્વરૂપ જ છે. આવા શાયકને મુક્તસ્વરૂપે-અબદ્ધસ્વરૂપે દેખાવો એ જૈનશાસન છે. (જ્ઞાની પર્યાયમાં જૈનશાસન પામેલો છે.) સૂકાયેલા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com