________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮
અધ્યાત્મ વૈભવ પર્યાય છે. જીવની પર્યાયમાં મોક્ષ થવાની લાયકાત છે. ત્રિકાળી ચીજ છે એ તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય તે ભાવમોક્ષ છે. અને સર્વ કર્મના અભાવરૂપ નિમિત્ત તે મોક્ષ કરનાર દ્રવ્ય-મોક્ષ છે. આમ એ બન્ને મોક્ષ છે.
(૧-૧૯૬) (૯૮૩) અરાગી જ્ઞાયકભાવની દષ્ટિ થતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. અને અશુદ્ધતા નાશ પામે છે. અને તેથી કર્મ બંધાતાં નથી અને સંસારની નિવૃત્તિ થઈ જાય છે. સ્વભાવમાં પ્રવૃત્તિ પુષ્ટ થતાં વિકારી પરિણમનથી નિવૃત્તિ થઈ જાય છે અને આત્મા એકલો સિદ્ધ ભગવાન થઈ જાય છે.
(૧-૨૪૪) (૯૮૪). ઘણા એમ કહે છે કે જીવનો મોક્ષ થાય પછી પણ તે પાછો ભવ (જન્મ) ધારણ કરે. અરે ભાઈ, એ વાત તદ્દન ખોટી છે. શું ચણો શેકાઈ ગયા પછી તે ફરીને ઊગતો હશે? જેને અંદર દૃષ્ટિમાં શુભભાવનો નિષેધ થયો તે ફરીને કદી શુભભાવને કરતો નથી (તેનો કર્તા થતો નથી) તો પછી મુક્ત થઈ ગયા પછી રાગ કરે સંસારમાં આવે એ તો અજ્ઞાનીઓની મિથ્યા કલ્પના છે.
(૩-૧૧) (૯૮૫) ભગવાન આત્મા સદા અબંધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. શ્રીમદ્ રાગચંદ્રમાં આવે છે કે દિગંબર આચાર્યોએ આત્માનો મોક્ષ થયા એમ માન્યું નથી પણ મોક્ષ જણાય છે. અર્થાત્ સમજાય છે કે આત્મ મોક્ષસ્વરૂપ જ છે. જ્યારે રાગથી મુક્ત થઈને મુક્તસ્વરૂપની પ્રતીતિ કરી ત્યાં એ પ્રતીતિમાં જણાયો કે આ (આત્મા) તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થાય એ તો પર્યાયની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી વસ્તુમાં (આત્મદ્રવ્યમાં) બંધ –મોક્ષ છે જ નહિ. પર્યાયમાં હો, વસ્તુ તો સદા મુક્ત જ છે. આવો મુક્તસ્વભાવ શુભભાવમાં આવતો નથી.
(૬-૨૮) (૯૮૬) અરે ભાઈ ! જ્ઞાયક તો સદા જ્ઞાયક જ છે. એ બંધનમાં કેમ આવે? અને એને વળી મુક્તિ કેવી? વસ્તુમાં દ્રવ્યમાં બંધન અને મુક્તિ ક્યાં છે? દ્રવ્યસંગ્રહમાં આવે છે કેબંધાયેલાને છૂટવું કહેવું એ તો ઠીક છે પણ જે બધાયેલો નથી એને છૂટવું કહેવું એ તો જૂઠ છે. જે સદા મુક્તસ્વરૂપ જ છે તેમાં નજર સ્થિર કરતાં તે મુક્ત જણાય છે; બસ આ જ મોક્ષ છે-સમજાણું કાંઈ.... ?
(૬–૩૯) (૯૮૭) –અજ્ઞાનીને વ્રતાદિ હોવા છતાં આત્માના આનંદસ્વભાવનું જ્ઞાન નહિ હોવાથી મોક્ષનો અભાવ છે અને ચૈતન્ય સ્વરૂપમાં ઠરેલા જ્ઞાનીને વ્રતાદિના વિકલ્પનો અભાવ હોવા છતાં શુદ્ધ ચૈતન્યની પરિણતિ થઈ હોવાથી મોક્ષનો સદ્ભાવ છે.
(૬-૧OO)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com