________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨
અધ્યાત્મ વૈભવ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. ભગવાન આત્મા દ્રવ્યરૂપથી-શક્તિરૂપથી સ્મભાવે તો સદા મોક્ષસ્વરૂપ જ છે. તેને પર્યાયમાં મોક્ષ પમાડતું અર્થાત્ અબંધદશાને પમાડતું પૂર્ણ જ્ઞાન એટલે કેવલજ્ઞાન જયવંત પ્રવર્તે છે. અહા ! મોક્ષદશામાં જ્ઞાનની પૂર્ણતા જયવંત વર્તે છે; અર્થાત્ એવું ને એવું પૂર્ણજ્ઞાન સાદિ-અનંત કાળ સુધી પ્રગટ થયા જ કરે છે. મોક્ષ થયા પછી હવે એમાં અપૂર્ણતા થશે નહિ એમ કહે છે. ...
અહા...! તે કેવળજ્ઞાન સહજ પરમ આનંદ વડે સરસ છે, રસયુક્ત છે. આપણે નથી કહેતા કે આ વસ્તુ સરસ છે? ‘સરસ’ એટલે કે આનંદ પમાડે તેવું રસયુક્ત, અહા! મોક્ષમાં કેવળજ્ઞાન સર્વોત્કૃષ્ટ સહજ આનંદના રસથી ભરેલું છે. અર્થાત્ કેવળજ્ઞાન અતીન્દ્રિય આનંદના ૨સથી સહિત છે. (૮-૩૭૯ )
( ૧૦૦૧ )
આત્મા અને બંધને જુદા જુદા કરવા એનું નામ મોક્ષ છે. ‘મોક્ષ ’ શબ્દ છે ને? એમાં ‘મુકાવું' એમ અપેક્ષા છે. અહા! બંધથી મુકાવું એનું નામ મોક્ષ છે. બંધથી મુકાવું ને સ્વરૂપમાં રહેવું એનું નામ તે મોક્ષ. પરભાવથી મુકાવું એમ અર્થ લઈને અહીં દ્વિધાકરણ કહ્યું છે. ભાઈ! આ માથે સિદ્ધશિલા ઉપર લટકવું એ કાંઈ મોક્ષ નથી. મોક્ષ એટલે જ્ઞાનાનંદ સ્વરૂપી ભગવાન આત્મા, બંધની–દુ:ખની દશા જે પ૨વસ્તુ છે એનાથી ભિન્ન પડીને એક આનંદરસકંદ પ્રભુ આત્મામાં રહેવું તે મોક્ષ છે. પર્યાયમાં પરમ આનંદનો લાભ થાય એનું નામ મોક્ષ છે-એમ નિયમસારમાં કહ્યું છે. અહાહા...! પૂર્ણ ચૈતન્યવન પ્રભુ આત્માની સમ્યગ્દર્શનમાં પ્રતીતિ કરી, કેવલજ્ઞાનમાં પૂરણ ઉપલબ્ધિ કરવી એનું નામ મોક્ષ છે.
(૮-૩૮૦)
(૧૦૦૨ )
સમસ્ત પરદ્રવ્ય પ્રત્યેનું લક્ષ છોડી દઈને જે પુરુષ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં લીન-સ્થિર થાય છે તે સર્વ રાગાદિક અપરાધથી રહિત થાય છે. અર્થાત્ તેને રાગાદિક અપરાધ થતો નથી અને તેથી નવીન કર્મબંધ પણ થતો નથી. તે નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામે છે. એટલે શું? કેવળજ્ઞાન પ્રગટયા પછી તે નિત્ય અક્ષયપણે કાયમ રહે છે. જેમ વસ્તુ આત્મા અનાદિ-અનંત નિત્ય પ્રવાહરૂપ છે, તેમ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પ્રવાહપણે કાયમ રહે છે (તેના પ્રવાહમાં ભંગ પડતો નથી). અહાહા...! સ્વમાં લીન થયેલો તે પુરુષ નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાન પામી, પૂર્ણ શુદ્ધ થઈ, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષદશાને પામે છે.
પ્રથમ મિથ્યાત્વથી, પછી અવ્રતથી અને ત્યારબાદ અસ્થિરતાથી મુકાય છે ને એ પ્રમાણે પૂરણ મોક્ષદશાને પામે છે. આ ભગવાન કેવળીનો માર્ગ છે. (૮-૫૨૯)
(૧૦૦૩)
ભાઈ! તારું જેવું સ્વસ્વરૂપ છે તેવું (સ્વઆશ્રયે ) તેનું જ્ઞાન ને શ્રદ્ધાન કર. તેનું જ્ઞાન-શ્રદ્ધાન થતાં તેમાં અંતઃસ્થિરતા થશે, અને અંતઃસ્થિરતા પૂર્ણ થતાં મોક્ષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com