________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૦
અધ્યાત્મ વૈભવ નાળિયેરમાં જેમ ગોળો છૂટો હોય છે તેમ ભગવાન આત્મા રાગ અને કર્મથી છૂટું તત્ત્વ છે.
(૬-ર૬૩) (૯૯૨) કર્મબંધનું-સંસારનું મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. બીજી રીતે કહીએ તો સ્વાશ્રય (સ્વરૂપના આશ્રય) વિના મુક્તિ થતી નથી અને મુક્તિ થાય ત્યારે સ્વ-આશ્રયથી જ થાય છે. સ્વ-આશ્રય જ મુક્તિનું પ્રથમ સોપાન છે અને સ્વ-આશ્રયની જ મુક્તિ છે.
(૬-૪૪૦) (૯૯૩) જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે આગમજ્ઞાન નહિ, આત્માની પર્યાયનું જ્ઞાન એમ પણ નહિ ને રાગનું જ્ઞાન એમ પણ નહિ. અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન, ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય પોતે છે તેનું સંવેદનમાં-સ્વાનુભવમાં પ્રગટ થયેલું જ્ઞાન. આવા આત્મજ્ઞાનથી જ-જ્ઞાનના પરિણમનથી જ મોક્ષ થાય છે, રાગના પરિણમનથી–ક્રિયાકાંડથી નહિ. ટીકામાં કહ્યું ને કે આ એક જ્ઞાનપદ જ, પૂર્ણજ્ઞાનની-કેવળજ્ઞાનની દશામય નિયત એક સર્વજ્ઞપદ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે અને શુદ્ધ આત્મસ્વભાવના આલંબનથી જ-જ્ઞાનના પરિણમનથી જ-શુદ્ધોપયોગથી જ પ્રાપ્ત થાય છે. શુદ્ધોપયોગરૂપ પરિણમન વિના, બીજા લાખ ક્રિયાકાંડ કરે તો પણ મોક્ષપ્રાપ્તિ ન થાય.
અહાહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થઈ તેમાં જ રમવું ને ઠરવું. આ પૂર્ણ આનંદસ્વરૂપ મોક્ષદશાની પ્રાપ્તિનો ઉપાય છે. આ એક જ ઉપાય છે. આ સિવાય બીજો પણ ઉપાય છે એમ છે નહિ,
(૭–૨૯૦) (૯૯૪) હીનકળા એટલે કે મતિજ્ઞાનાદિ અને પૂર્ણકળા એટલે કેવળજ્ઞાન. જેમ પૂર્ણચંદ્રની પૂર્ણ કળા હોય છે પણ બીજના ચંદ્રની પૂર્ણ કળા નહિ પણ હીન કળા હોય છે. બીજના દિવસે ત્રણ કળા હોય છે. અહા ! અમાસને દિવસે પણ એક કળા તો ચંદ્રને ખીલ્યા વગર રહે જ નહિ. પછી એકમે બે કળા, બીજે ત્રણ કળા અને પ્રતિદિન વધતી વધતી પૂનમે પૂર્ણ સોળ સોળ કળાએ ચંદ્ર ખીલે છે. તેમ ભગવાન આત્માને મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા જે બે કળા ખીલી છે તે આગળ વધતાં જ્ઞાનનો અભ્યાસ-અનુભવ કરવાથી પૂર્ણ કેવળજ્ઞાન કળાએ ખીલી ઊઠે છે. જ્ઞાનની તે કળાના આલંબન વડ જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે; અર્થાત જ્ઞાનના અભ્યાસથી-અનુભવથી મુક્તિ થાય છે. (૭-૨૧૨)
(૯૯૫) ભાઈ ! આત્મા રાગના બંધ વિનાનો અબદ્ધ-સ્પષ્ટ-મુક્તસ્વરૂપ જ છે. પણ હું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com