________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્સયજ્ઞાન
૨૩૧
પર્યાય રૂદ્રવ્ય તરફ ઢળી જશે. પર્યાયમાં આટલું જોર આવે-અનંત સિદ્ધ અને કેવળીઓને સ્થાપ-ત્યાં લક્ષ દ્રવ્ય તરફ જતું રહે છે. આ એનો લાભ છે.
(૧-૩૩) (૬૪૦) અહો ! જ્ઞાન એને કહીએ જે પૂર્વાપર વિરોધ રહિત વસ્તુને સિદ્ધ કરે. આગળ-પાછળ વિરોધ આવે તેને જ્ઞાન ન કહેવાય.
(૧-૫૦) (૬૪૧) જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકદેવ-જે ચૈતન્યના નૂરના તેજનું પૂર એવા આત્માનું જ્ઞાન કરવું. અહીં જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ શુદ્ધજીવવસ્તુનું જ્ઞાન થવું એને જ્ઞાન કરવું એમ કહ્યું છે. પર્યાયમાં ત્રિકાળી આત્માનું જ્ઞાન થવું એને આત્મજ્ઞાનસમ્યજ્ઞાન કહે છે.
(૧-૨૦૭) (૬૪૨) શરીર, મન, વાણી એ તો માટી-જડ-ધૂળ છે. એ કોઈ આત્મા નથી. અંદર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ કર્મ છે એ પણ જડ-ધૂળ છે. વળી દયા, દાન, પૂજા, ભક્તિ વગેરે જે શુભભાવ થાય છે તે પુણ્ય-રાગ છે, તથા હિંસા, જૂઠ, ચોરી, ભોગ, વિષયવાસના એ પાપ-રાગ છે. આ પુણ્ય-પાપના રાગથી ભિન્ન અંદર જે ત્રિકાળ ધ્રુવ આત્મવસ્તુ ચૈતન્યરૂપ છે અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં લક્ષમાં લેવી અને જ્ઞાન (સમ્યજ્ઞાન) કહેવામાં આવે છે.
નિયમસારમાં ગાથા ત્રણમાં આવે છે કે- “પદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાં ઉપાદેય એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. ' પરિજ્ઞાન કહેતાં સમસ્ત પ્રકારે જ્ઞાન થવું-જેવો આત્મા પૂર્ણ - પરિપૂર્ણ છે એવું જ્ઞાન થવું એનું નામ સમ્યજ્ઞાન છે. શાસ્ત્રનું ભણતર-જ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી.
જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે પ્રમાણાદિની કોઈ આવશ્યક્તા નથી. પછી પ્રમાણ, નય, નિક્ષેપથી વસ્તુસ્વરૂપ સિદ્ધ કરવાનું રહેતું નથી. અનુભવમાં આવી ગયું કે આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એટલે એનાં સમ્યજ્ઞાન અને પ્રતીતિ થઈ ગયાં. હવે એ પૂર્ણસ્વરૂપમાં સ્થિરતા કરવાનું જ બાકી છે.
(૧-૨૦૮) (૬૪૩) જ્ઞાનપર્યાય જ્યાંસુધી પર અને રાગ તરફ ઝૂકે છે ત્યાં સુધી દ્રવ્યનું જ્ઞાન નથી. ત્યાં સુધી પરનું અને રાગનું જ્ઞાન છે. પરંતુ તે પર તરફનો ઝુકાવ છોડીને દ્રવ્ય સન્મુખ થઈ તેના આશ્રયે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં આખા દ્રવ્યનું-પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. આત્મા જેવો પૂર્ણ છે તેવું પર્યાયમાં એનું જ્ઞાન થવું તે પરિજ્ઞાન-પરિપૂર્ણ આત્માનું જ્ઞાન છે. એને આત્મજ્ઞાન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. એકલા શાસ્ત્રનું, રાગનું, પર્યાયનું કે ગુણભેદનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. (એ તો અજ્ઞાન છે ).
(૧-૨૩૬)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com