________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪
અધ્યાત્મ વૈભવ શક્તિઓ છે તેની શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને તે નિર્જરા છે. સંવરમાં શક્તિની અંશે નિર્મળતા પ્રગટ થઈ હતી તે હવે અંતર્લીનતા-અંતર-રમણતા વડે શક્તિની શુદ્ધિની વૃદ્ધિ કરે છે. આવો મારગ છે ! લોકોને આકરો પડે છે પણ શું થાય ?
(૭-૫૧૨) (૯૭૨) શુદ્ધિની વૃદ્ધિ થાય એનું નામ અસ્તિથી નિર્જરા છે, જ્યારે અશુદ્ધતાનું ટળી જવું ને કર્મનું ખરી જવું એ નાસ્તિથી નિર્જરા છે..
આત્માની સમીપમાં વસવું છે તે ઉપવાસ છે, અને તે તપ છે અને એનાથી નિર્જરા છે. અહા! આત્માની સમીપમાં વસવાનો અભ્યાસ કરતાં આત્મશક્તિ વધે છે અને તે નિર્જરા છે. ત્યાં શક્તિની પૂર્ણ વૃદ્ધિ થઈ જવી એનું નામ મોક્ષ છે. આવી વાત છે. (૭-૫૧૩).
(૯૭૩) ભગવાન ! તને તારા અંત-તત્ત્વના મહિમાની ખબર નથી. અહા ! જેમ સુવર્ણને કાટ લાગે નહિ તેમ કર્મ શું અશુદ્ધતાય જેને અડતી નથી એવો ચૈતન્યમૂર્તિ એક જ્ઞાયકભાવરૂપ પ્રભુ અંદર આત્મા છે. તેની જેને અંતર્દષ્ટિ થઈ તેને સમકિત ને અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. વળી તેમાં જ અંતર-એકાગ્રતાનો અભ્યાસ કરતાં એવી સિદ્ધભક્તિ વા આત્મભક્તિ પ્રગટ થાય છે. અહા ! આત્મશક્તિ એવી વૃદ્ધિગત થાય છે કે તેમાં દુર્બળતા વા અશુદ્ધતા ક્રમે કરીને નાશ પામી જાય છે અને તેથી તેને દુર્બળતાકૃત બંધ થતો નથી પણ નિર્જરા જ થાય છે. લ્યો, આનું નામ નિર્જરા ને ધર્મ છે અને આ સિદ્ધભક્તિ છે. કોણ સિદ્ધ? પોતે અંદર સ્વભગવાન છે તે.
(૭-૫૧૪) (૯૭૪) જેણે પોતાના શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ આત્માની ભક્તિમાં ઉપયોગને જોડ્યો છે તેને અન્ય ધર્મો પર દષ્ટિ જ રહી નથી અને તેથી તે અશુદ્ધતાનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. નિર્જરાની આવી વ્યાખ્યા છે.
(૭-૫૧૬) (૯૭૫) સમકિતીને પૂર્વકર્મનો ઉદય તો નિર્જરે જ છે, પણ જે નવીન બંધ થાય છે તે પણ, કહે છે, નિર્જરારૂપ જ છે અર્થાત નિર્જરા માટે જ આવ્યો છે એમ કહે છે. અહા! ભગવાન આત્માનું જ્યાં ભાન થયું, શ્રદ્ધાન થયું ત્યાં પૂર્વના કર્મનો ઉદય રાગ કરાવતો નથી, પણ જે અલ્પ રાગ થાય છે તે પણ નિર્જરી જાય છે. જ્ઞાનીને તે વડે કિંચિત્ બંધ થાય છે તે પણ નિર્જરા સમાન જ છે કેમકે તે પણ ઝરી જવા માટે જ છે. અહો ! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે!
(૭-૫૪૩) (૯૭૬ ) અહાહા..! જેમ હજાર પાંખડીનું ફૂલ ખીલી ઊઠે તેમ અંતર્દષ્ટિ કરતાં ભગવાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com