________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૨
અધ્યાત્મ વૈભવ શુભભાવની ઇચ્છા નથી તેમ તેને અશુભભાવની-પાપની પણ ઇચ્છા નથી. પાપભાવ હોય છે ખરો, પણ પાપભાવથી ઇચ્છા હોતી નથી, અને તેથી તેને નિર્જરા થાય છે. તેને જે અશુભભાવ આવે છે તેનું પોતાના જ્ઞાનના વેદનમાં જ્ઞાન થાય છે અને તે જ્ઞાન પોતાનું છે પણ અશુભભાવ પોતાનો નથી એવી દષ્ટિ અને જ્ઞાન પ્રગટ થયેલાં હોવાથી ધર્મીને કર્મની નિર્જરા ને અશુદ્ધતાનો નાશ થાય છે.
(૭-ર૬૭ ) (૯૬૪) આ નિર્જરા અધિકાર છે ને? તો નિર્જરા કોને થાય છે એની આ વાત છે. અહાહા...! જેને અંદરમાં પોતે જ્ઞાનાનંદસ્વરૂપ છે. અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે એવો સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર આવ્યો છે તે સમકિતીને નિર્જરા થાય છે. ચોથે ગુણસ્થાનેથી સમકિતીને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદની અનુભૂતિ હોવાથી નિર્જરા થાય છે. એવી ઝીણી વાત બાપુ!
(૭-૩૪૬) (૯૬૫) અહાહા! નિર્જરા નામ ધર્મ-શુદ્ધિની વૃદ્ધિ છે અને તે ત્રણ પ્રકારે કહી છે. તથાતે જ્ઞાનીને હોય છે.
જ્ઞાનીને એટલે?
જ્ઞાનીને એટલે સમ્યગ્દષ્ટિને હોય છે. અહાહા....! જેણે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જ્ઞાનમાં શેય બનાવીને જાણ્યો છે તેવા સમકિતીને નિર્જરા થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અભેદ એક પૂર્ણસ્વરૂપ પ્રભુ આત્મા જેણે જાણ્યો છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે. જુઓ, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખી પૂરણ ચીજનું (આત્મદ્રવ્યનું) જ્ઞાન થાય છે પણ આખી ને આખી ચીજ (આત્મદ્રવ્ય) તેમાં આવી જતી નથી. એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં આખી ચીજનું શ્રદ્ધાન આવી જાય છે, પણ આખું દ્રવ્ય તેમાં આવી જતું નથી. દ્રવ્ય તો ત્રિકાળ ભિન્ન જ રહે છે. આમ પોતાના નિર્મળ ઉપયોગમાંશુદ્ધોપયોગમાં પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જે અનુભવે છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે, ધર્મ થાય છે. આવી વાત છે, સમજાણું કાંઈ... !
(૭–૩૪૭) (૯૬૬) આ સંસારસંબંધી કર્તાપણાના રાગ પ્રતિ કે શરીરસંબંધી ભોક્તાપણાના રાગ પ્રતિ જ્ઞાનીને રાગ નથી; કેમકે પોતાના નિરાકુળ આનંદના સ્વાદ આગળ તેને કર્તા ભોક્તાપણાના રાગમાંથી રસ ઊડી ગયો છે. જેને આત્મામાં સુખબુદ્ધિ થઈ છે તેને રાગમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. માટે જ્ઞાનીને નિર્જરા થાય છે. નિર્જરા ત્રણ પ્રકારે કહી ને? ૧. કર્મની નિર્જરા, ૨. અશુદ્ધતાની નિર્જરા અને ૩. શુદ્ધોપયોગની વૃદ્ધિ. આ પ્રમાણે જ્ઞાનીને નિર્જરા થતી હોય છે.
(૭-૩૪૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com