________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૦
અધ્યાત્મ વૈભવ પ્રેમ-રુચિ નથી; અંતરમાં શુદ્ધ જ્ઞાયકમાં દષ્ટિ ભળવાથી તેને રાગનું પોસાણ નથી. તથાપિ નબળાઈને લીધે કિંચિત્ રાગ તેને થાય છે, દષ્ટિની પ્રધાનતામાં તેને (મિથ્યાત્વ સંબંધી) રાગદ્વેષ નહિ થતા હોવાથી ઉપભોગ નવા બંધનું નિમિત્ત થતા નથી અને દ્રવ્યકર્મ તે કાળમાં નિર્જરી જાય છે તેથી જ્ઞાનીને ઉપભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. શાસ્ત્રમાં જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ ગ્રહણ કરવું જોઈએ.
(૭-૮) (૯૫૭) જે ચેતન-અચેતનનો ઉપભોગ અજ્ઞાનીને બંધનું નિમિત્ત થાય છે તે જ ચેતનઅચેતન દ્રવ્યોનો ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. કેમ? તો કહે છે કે જ્ઞાનીને રાગાદિભાવોનો અભાવ છે. જ્ઞાનીને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષનો અભાવ છે. તેને રાગની રુચિ નથી અને રાગની રુચિનું પરિણમન નથી તેથી રાગાદિભાવોનો તેને અભાવ છે. તે કારણથી સમ્યગ્દષ્ટિને ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત જ થાય છે, અર્થાત્ જૂનાં કર્મ ઉપભોગકાળે ખરી જાય છે. અહા! ગજબ વાત છે! અજ્ઞાનીને ઉપભોગમાં નવા કર્મ બંધાય છે જ્યારે જ્ઞાનીને ઉપભોગમાં જૂનાં કર્મ ઝરી જાય છે. અહો! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે! લોકોને તેના પરમ અદ્દભુત મહિમાની ખબર નથી. શુદ્ધિ દષ્ટિના જોરમાં-હું શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ છું-એવા એના આશ્રયમાં જ્ઞાનીને પરદ્રવ્યના ઉપભોગમાં રાગદ્વેષ થતા નથી એવો અલૌકિક મહિમા સમ્યગ્દર્શનનો છે. (૭-૯)
(૯૫૮) જે અજ્ઞાનીનો ઉપભોગ છે તે જ ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત છે કેમકે જ્ઞાનીને રાગની રુચિનો અભાવ છે. કાંઈક રાગ છે તેથી જરા ઉપભોગમાં જોડાઈ જાય છે પણ તે અહીં ગૌણ છે. જ્ઞાની જોડાવા છતાં જોડાતો નથી એમ અહીં કહે છે. ઝીણી વાત છે ભાઈ ! જ્ઞાનીને આત્માની દૃષ્ટિ છે, રાગની દષ્ટિ નથી; અજ્ઞાનીને રાગની દૃષ્ટિ છે, આત્માની દૃષ્ટિ નથી. આત્માની દષ્ટિ અને રાગની દષ્ટિ-એ બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. અહા ! જેની દષ્ટિ નિજ જ્ઞાયકસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્ય પર પડી છે તેને દ્રવ્યન્દ્રિયો વડે ચેતનઅચેતનના ઉપભોગમાં રાગદ્વેષની હયાતી નથી એમ કહે છે અને તેથી તેનો ઉપભોગ દ્રવ્યનિર્જરાનું નિમિત્ત છે એમ કહ્યું છે.
(૭-૧૦) (૯૫૯) જુઓ, નિર્જરા ત્રણ પ્રકારે છે. કર્મનું ખરી જવું તે (જડની નિર્જરા) દ્રવ્યનિર્જરા છે. અશુદ્ધતાનું ટળવું તે (પોતાની) ભાવનિર્જરા (નાસ્તિથી) છે અને શુદ્ધતાની વૃદ્ધિ થવા તે ભાવનિર્જરા (અસ્તિથી) છે.
(૭-૨૦) (૯૬૦) પ્રશ્ન:-- અમે તો ઉપવાસ એટલે તપ થાય અને “તપરના નિર્નર’ તપથી નિર્જરા થાય છે એમ માનીએ છીએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com