________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા
૩પ૧ ઉત્તર- - ભાઈ ! તું જેને ઉપવાસ કહે છે એનાથી તો ધૂળેય નિર્જરા નથી, સાંભળને; ઉપવાસ કરવાનો ભાવ તો રાગ છે. અને રાગથી તો નિર્જરા નહિ. બંધન થાય છે. ઉપવાસ તો સત્યાર્થ એને કહીએ કે-ઉપ નામ સમીપ અને વાસ એટલે વસવું; અહાહા...! આનંદસ્વરૂપ નિજ આત્મામાં વસવું-ઠરવું એને ઉપવાસ કહે છે. બાકી તો બધા અપવાસ-અપ એટલે માઠા વાસ છે. રોટલા-પાણી છોડવાં એને અજ્ઞાની ઉપવાસ કહે છે પણ એ તો રાગમાં વસેલો (વાસ) અપવાસ છે, માઠો વાસ છે.
(૭–૨૨). (૯૬૧) જેને પરમ વીતરાગીતત્ત્વ (શુદ્ધ આત્મદ્રવ્ય) દષ્ટિમાં આવ્યું છે એવા ધર્મીને તેની પરિણતિમાં-પર્યાયમાં વિરાગતા છે. તેને કર્મના ઉદયના નિમિત્તે જરી પર્યાયમાં સુખદુ:ખની અશુદ્ધતા વેદાય છે; છતાં તેનો તે સ્વામી થતો નથી. આ અનુકૂળતા ઠીક છે અને આ પ્રતિકૂળતા અઠીક છે એવા રાગદ્વેષના ભાવનો તેને અભાવ છે. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી ને? તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે. કિંચિત્ રાગ તેને હોય છે પણ તેને તે શ્રદ્ધાનમાં હેય માને છે, આદરણીય નહિ. ભોગના ભાવમાં એને સુખબુદ્ધિ કે આશ્રયબુદ્ધિ ક્યાં છે? ( નથી). તેથી તેને, તે ભોગનો ભાવ નવા બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરી જતો હોવાથી નિર્જરા જ થાય છે. જુઓ, “વમેવ” કેવળ જ એમ ટીકામાં પાઠ છે, મતલબ કે એકલી નિર્જરા થાય છે, જરા પણ બંધ નહિ. આથી જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ કહ્યું છે.
તો શું ભોગ નિર્જરાનો હેતુ છે એમ માનવું?
સમાધાન- - ભાઈ ! ભોગ તો રાગ છે અને રાગ છે એ તો બંધનું જ કારણ છે. અહીં તો જ્ઞાનીને જે અંતરષ્ટિનું જોર છે એનો મહિમા દર્શાવ્યો છે, (ભોગનો નહિ).
(૭-૨૬) (૯૬ર) અહા! નિર્જરા એટલે ધર્મ કોને થાય? કે જેણે અંતરમાં હું જ્ઞાનાનંદમૂર્તિ પ્રભુ આત્મા છું એવી દષ્ટિ કરી છે તેને. અહા ! પરદ્રવ્ય છેદાઓ વા ભેદાઓ, તે મારી ચીજ નથી; હું તો થવાવાળી ચીજને પોતાના જ્ઞાતાદષ્ટાપણામાં રહીને જાણવાવાળો છું-લ્યો, આમ જાણનારને નિર્જરા ને ધર્મ થાય છે.
(૭-૨૫૪) (૯૬૩) પરપદાર્થની ઇચ્છા થવી તે પરિગ્રહ છે. જેને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા નથી તે અપરિગ્રહી છે. ધર્મીને પરવસ્તુ મારી છેએમ ઇચ્છા જ નથી. જેમ તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com