________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪. નિર્જરા
Tછે
(1)
TV
Apr
તિ
(૯૫૩). નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-બને નિર્જરા છે. નિર્જરવા યોગ્ય અશુદ્ધતા અને થવા યોગ્ય શુદ્ધતા એ જીવની પર્યાય છે. એ ભાવ-નિર્જરા છે. નિર્જરા કરનાર (દ્રવ્ય-કર્મનું ખરી જવું) એ નિમિત્ત છે-એ દ્રવ્ય-નિર્જરા છે. એ બન્ને નિર્જરા છે. (૧-૧૮૬)
(૯૫૪) સંવરપૂર્વક અશુદ્ધતાનો નાશ થવો, શુદ્ધતાની વૃદ્ધિ થવી તથા તે કાળે દ્રવ્યકર્મનું સ્વયં ખરી જવું-નિર્જરી જવું તેને નિર્જરા કહે છે. નિર્જરાના ત્રણ પ્રકાર
૧. આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્યકર્મનો નાશ થાય છે તે દ્રવ્યનિર્જરા છે.
૨. ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવનિર્જરા છે; આ નાસ્તિથી નિર્જરાનું સ્વરૂપ છે. તથા ત્યાં
૩. જે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે અતિ સ્વરૂપથી ભાવનિર્જરા છે. શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે.
જે કર્મનો નાશ થાય છે તે સ્વયં તેના કારણે થાય છે; તે કાંઈ વાસ્તવિક નિર્જરા નથી; પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધિની વૃદ્ધિ થવી તે વાસ્તવિક નિર્જરા છે. સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી અને નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થાય તે સંવર, શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિર્જરા અને શુદ્ધિની પૂર્ણતા થવી તે મોક્ષ છે.
(૭-૩). (૯૫૫) રાગ કોને કહેવો? કે આત્મામાં પર તરફના વલણવાળી વૃત્તિનું ઉત્થાન થવું તે રાગ છે. હવે પર તરફના વલણવાળી વૃત્તિ નાશ પામી જતાં જે જ્ઞાન છે તે નિશ્ચલ થઈ અંદર સ્વભાવમાં ઠર્યું છે-સ્થિત થયું છે. જુઓ, આનું નામ ભેદવિજ્ઞાન છે, સંવર છે, અને સંવરપૂર્વક નિર્જરા છે.
(૯૫૬) જ્ઞાનીને ઉપભોગ-જીવાદિ વિષયોનો ઉપભોગ-નિર્જરાનો હેતુ કેવી રીતે છે?
જ્ઞાનીને રાગની રુચિ નથી; એટલે શું? અહાહા! જેને નિર્મળ નિજ જ્ઞાયકભાવમાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે એવા જ્ઞાનીને રાગમાં સુખબુદ્ધિ નથી. ઝીણી વાત છે ભાઈ ! સમકિતીને શુભાશુભ રાગ હોય છે પણ એ રાગનો આદર નથી, એ રાગમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com