________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંવર
३४७ (૯૪૮) ભાઈ ! વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ રાગ-શુભરાગ છે; એનાથી આત્મોપલબ્ધિઆત્માનો અનુભવ થતો નથી. દેહાદિ પરથી તો ભિન્ન અને રાગાદિ પરભાવથી-દયા, દાન, વ્રતાદિના રાગથી ભિન્ન પડે ત્યારે આત્માને આત્માની ઉપલબ્ધિ-અનુભવ થાય છે. સંવર છે તે રાગથી સર્વથા-સર્વ પ્રકારે ભિન્ન છે. આવો આત્માનુભવરૂપ સંવર-ધર્મ ભેદવિજ્ઞાનથી જ ( રાગથી નહિ) પ્રગટ થાય છે.
લોકો દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભાચરણ કરીને માને છે કે એ વડે કલ્યાણ થશે પરંતુ એ તેમનો ભ્રમ છે. અહીં કહે છે-રાગથી ભેદ કરીને અંત:એકાગ્રતા વડે આત્માનો અનુભવ કરવો એ સંવર અને ધર્મ માને છે. “TS:' શબ્દ એમ બતાવે છે કે પ્રત્યક્ષ-સાક્ષાત્ સંવર આત્માના અનુભવથી થાય છે, અન્યથા નહિ.
(૬-૪૩૧) (૯૪૯) પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ જે બાહ્ય આચરણ તેનાથી ભિન્ન પડતાં સ્વવસ્તુચિદાનંદઘન સ્વરૂપ પરમાત્મા પ્રત્યક્ષ જ્ઞાનમાં-અનુભવમાં આવે છે અને ત્યારે એને સાક્ષાત્ સંવર પ્રગટ થાય છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અને નિરાકુળ આનંદદશાની પ્રાપ્તિ એક ભેદવિજ્ઞાનથી જ થાય છે.
(૬-૪૩૨) (૯૫૦) જેને ધર્મ પ્રગટ કરવો છે, જેને સંવર પ્રગટ કરવો છે વા મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે તેને ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ કરવો જ ઇષ્ટ છે કેમકે ભેદજ્ઞાન પ્રગટવાથી જ શુદ્ધ તત્ત્વની પ્રાતિ-અનુભવ થાય છે. રાગથી હું ભિન્ન છું એવા અભ્યાસ વડે પોતાને-આત્માને રાગથી અને નિમિત્તથી ભિન્ન પાડે ત્યારે તેને ભેદજ્ઞાનું “છત્તન' પ્રગટવું થાય છે અને ત્યારે તેને આત્માની ઉપલબ્ધિરૂપ-અનુભવરૂપ સંવર થાય છે. શું રાગથી સંવર થાય? રાગથી સંવર ન થાય; દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિના રાગથી સંવર ન થાય કેમકે રાગ તો આસ્રવ તત્ત્વ છે. જે રાગથી સંવર થાય એમ કોઈ માને તો તે આસ્રવ અને સંવરને એક માને છે; પણ એવી માન્યતા તો મિથ્યાત્વ છે.
અહીં તો આ એક જ સિદ્ધાંત છે કે-નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા, ક્ષેત્રની અસંખ્ય પ્રદેશી અને ભાવથી અનંત અનંત જ્ઞાન, સુખ, વીર્ય, આનંદ આદિથી અભિન્ન એવા તેને નિમિત્ત અને રાગથી ભિન્ન પાડતાં અર્થાત્ નિમિત્ત અને રાગનું લક્ષ છોડી દેતાં ભેદજ્ઞાન પ્રગટવાથી સંવર પ્રગટ થાય છે. નિમિત્ત અને વ્યવહારના રાગનો અંતરમાં ભેદ કરવાથી સંવર પ્રગટ થાય છે.
(૬-૪૪૩). (૯૫૧) જુઓ, આ સંવરનો ક્રમ! પરના ભેદ-અભ્યાસથી આત્માની પ્રાપ્તિ થઈ તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com