________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬
અધ્યાત્મ વૈભવ આદિના વિકલ્પ તે આત્મા નહિ, એ તો અનાત્મા છે. આત્મા કોને કહીએ? જે શુદ્ધજ્ઞાનદર્શનસ્વરૂપ-જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ છે તે આત્મા છે. આવા પરમ પવિત્ર જ્ઞાનદર્શનરૂપ આત્માદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત કરીને એટલે કે સ્થિત કરીને સંવર-નિજસ્વરૂપ પ્રગટ થાય છે. અહાહા...! આચાર્ય અંતરની કેવી વાત કરે છે! કે શુભાશુભભાવ જે અશુદ્ધ છે તેને ભેદજ્ઞાનના અભ્યાસથી રોકીને પોતાને જ્ઞાનસ્વરૂપ આત્મદ્રવ્યમાં સુપ્રતિષ્ઠિત-સુસ્થિત કરવાથી ધર્મ-સંવર પ્રગટ થાય છે.
(૬-૪૧૬) (૯૪૬). અહાહા...! ભગવાન ચિદાનંદસ્વરૂપમાં સ્થિર થતાં ઇચ્છા ઉત્પન્ન થતી નથી એટલે ઇચ્છાને રોકી–ત્યાગી એમ કહેવાય છે. આ પ્રમાણે ઇચ્છાતા-આસ્રવના નિરોધપૂર્વક સંવર પ્રગટ થાય છે.
જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર-એ પણ પરદ્રવ્ય છે. એ સમસ્ત પરિદ્રવ્ય પ્રત્યેની ઇચ્છાનો ત્યાગ કરતાં સર્વસંગરહિત થાય છે. અંતરમાં (અભિપ્રાયમાં) સર્વરાગથી રહિત થવાનું નામ સર્વસંગરહિતપણું છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો શુભરાગ પણ કર્તવ્ય કે ભલો છે એમ નથી એમ અભિપ્રાય થતાં સર્વસંગરહિત થાય છે.
(૬–૧૪૭) (૯૪૭) ભેદવિજ્ઞાન વડે જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કારણો છે. તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવનો અભાવ થાય છે; આગ્નવભાવોનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે.
લ્યો, રાગની એકતાના અધ્યવસાનનો અભાવ થવો, એનાથી આસ્રવનો અભાવ થવો, એનાથી કર્મનો અભાવ થવો, એનાથી નોકર્મ અને સંસારનો અભાવ થવોએમ સંવરનો ક્રમ
છે.
ભાઈ ! અંદર આત્મા સદા અબદ્ધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. ગાથા ૧૫માં આવે છે કેજે કોઈ આત્માને શુદ્ધોપયોગ વડ અબદ્ધ-સ્પષ્ટ દેખે, અનન્ય એટલે નર-નારકાદિ અનેરી અનેરી અવસ્થા રહિત સામાન્ય દેખે, નિયત અર્થાત્ હાનિ-વૃદ્ધિરહિત એકરૂપ દેખે, અવિશેષ અર્થાત્ ગુણભેદ વિનાનો અભેદ દેખે, અને અસંયુક્ત અર્થાત્ પુણ્ય-પાપના કલેશરૂપ ભાવથી રહિત દેખે તે સકલ જૈનશાસનને દેખે છે. અહો ! વીતરાગભાવ એ જૈનશાસન છે. વીતરાગસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને દેખવું એ જૈનશાસન છે, એ જ સંવર અને ધર્મ છે.
(૬-૪૨૯)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com