________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા
૩૫૩ (૯૬૭) નિર્જરા તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થતાં-સ્થિર થતાં થાય છે. આત્માના આનંદરસમાં લીન રહેવું તે તપ છે અને તે વડે નિર્જરા છે. જેમ સુવર્ણને કાટ લાગતો નથી તેમ ભગવાન આત્માને, તેના અનુભવની દષ્ટિમાં રહેતાં રાગનો કાટ લાગતો નથી અને તેથી તેને નિર્જરા થાય છે.
(૭-૩૭૬)
(૯૬૮)
જ્ઞાનીને આત્માના આનંદના સ્વાદ આગળ રાગનો-ભોગનો સ્વાદ ઝેર જેવો ભાસે છે. જે કિંચિત અસ્થિરતાનો રાગ છે તેનો સ્વાદ તેને ઝેર જેવો લાગે છે. એને નિર્જરા થાય છે એમ અહીં કહે છે. અજ્ઞાની તો ઉપવાસ કરીને બેસી જાય ને માને કે તપશ્ચર્યા થઈ ગઈ ને નિર્જરા થઈ ગઈ, પણ બાપુ! તું બીજા પંથે છે ભગવાન! રાગની ક્રિયાથી કાંઈ નિર્જરા ન થાય ભાઈ ! ( એનાથી તો બંધ જ થાય).
(૭–૪૩૦) (૯૬૯) -જ્ઞાની નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનીને નિરંતર એટલે અખંડધારાએ સદા અનુભવે છે. લ્યો, “સતત” અને “સેવા” જ્ઞાનને અનુભવે છે. અખંડધારાએ સદા જ્ઞાનને અનુભવે છે, કદીય રાગને અનુભવે છે એમ નહિ. ઓહો! જુઓ આ નિર્જરાની દશા! કહે છે કે કર્મની નિર્જરા તેને થાય છે, તેને અશુદ્ધતા ઝરી જાય છે અને તેને શુદ્ધિની વૃદ્ધિ થાય છે કે જે પોતાની શાશ્વત શુદ્ધ ચૈતન્યસત્તાને નિરંતર નિર્મળ પરિણતિ દ્વારા અનુભવે છે. અહીં ! સંવરમાં શુદ્ધિ પ્રગટે છે, નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે ને મોક્ષમાં શુદ્ધિની પૂર્ણતા થાય છે. અહા! આ તો દુનિયા આખીથી જુદી વાત છે.
(૭-૪૬૦) (૯૭૦) પોતાના નિત્યાનંદ-પરમાનંદસ્વરૂપમાં સ્થિર થતાં-જામતાં ઇચ્છાની ઉત્પત્તિ ન થાય તે ઇચ્છાનો નિરોધ છે, તે આનંદની પ્રાપ્તિ છે અને તેને ભગવાન તપ કહે છે અને એ તપ વડ નિર્જરા કહી છે. ભાઈ ! આ તો લૌકિકથી સાવ જુદો મારગ છે બાપા! (૭-૪૯૦)
(૯૭૧) ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદી પદ મેરો” અહાહા...ભગવાન! તું સિદ્ધ સમાન છો. પર્યાય સિદ્ધપણું નથી પણ દ્રવ્યસ્વભાવે તું સિદ્ધ સમાન છો, સિદ્ધસ્વરૂપ જ છો. જો ન હોય તો પર્યાયમાં સિદ્ધત્વ આવે ક્યાંથી ? છે એમાંથી આવે છે, માટે તું સિદ્ધસ્વરૂપ જ છો. આવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા-લીનતાસ્થિરતા કરતો થકો સમકિતી ક્ષણે ક્ષણે પોતાની જે અનંત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com