________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦. અજીવ
Tછે
(
A)
(૮૧૨) વીતરાગ, સર્વજ્ઞ અરિહંતદેવો વડે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, શીલ, સંયમ આદિ જે વિકલ્પો-શુભભાવો છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમાં કહેવામાં આવ્યા છે. અહાહા ! જે ભાવે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવને પગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે.
પ્રશ્ન:-- શુભભાવોને અચેતન એવા પુદ્ગલદ્રવ્યના પરિણામમય કેમ કહ્યા?
સમાધાન - - વસ્તુ આત્મા છે એ તો ચૈતન્યઘનસ્વરૂપ છે. અને આ શુભભાવો છે તે ચૈતન્યના સ્વભાવમય નથી. શ્રી સમયસાર ગાથા ૬૮ ની ટીકામાં લીધું છે કે- “કારણના જેવાં જ કાર્યો હોય છે” , “જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. ' જેમ જવમાંથી જવ થાય તેમ ચૈતન્યમાંથી ચૈતન્ય પરિણામ જ થાય છે. આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે. તેમાંથી જ્ઞાન અને આનંદની જ દશા થાય. તેમાંથી આ જડ, અચેતન શુભાશુભભાવો કેમ થાય? તેથી પાંચ મહાવ્રત અને બાર અણુવ્રતના જે શુભ વિકલ્પો છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે, ચૈતન્યના પરિણામમય નથી.
અશુદ્ધનિશ્ચયથી તેમને જીવના કહેવાયા છે, પરંતુ અશુદ્ધનિશ્ચનય એટલે જ વ્યવહાર ખરેખર તો તેઓ પરના આશ્રયે (કર્મોદય નિમિત્તે) થતા હોવાથી એ ભાવો પરના જ છે. અહીં તેમને પુદગલદ્રવ્યના પરિણામ એમ ન કહેતાં અભેદપણે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય એટલે કે પુદ્ગલદ્રવ્યના પરિણામોથી એકમેક કહ્યા છે.
(૩-૨૦) (૮૧૩) અત: તિરિવત્તા: સની ભાવ: સર્વે પૌતિ:' આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પુદ્ગલજન્ય છે, પુદ્ગલના જ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પ પુગલના જ છે. ચાહે વ્યવહારરત્નના ભાવ હો કે તીર્થકર નામકર્મ જે વડે બંધાય એ ભાવ હો એ બધા ભાવ ચિલ્શક્તિથી ખાલી છે તેથી પુદ્ગલના જ છે, પુદ્ગલ સંબંધી છે.
પ્રશ્ન:- રાગાદિ ભાવોને પુદ્ગલ કેમ કહ્યા?
ઉત્તર-- આત્માની ચૈતન્યજાતિના એ પરિણામ નથી. રાગદિને ઉત્પન્ન કરે એવો આત્મામાં કોઈ ગુણ-સ્વભાવ નથી. તેથી એ ભાવો આત્માના નથી. વળી પર્યાયમાં ઉત્પન્ન થતા એ ભાવો પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે. તેથી એ બધા પુદ્ગલના જ છે એમ કહ્યું છે. જો આત્માના હોય તો તે આત્માથી ભિન્ન પડે નહીં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com