________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ
૩૨૧
રસકંદ ભગવાન આત્મા સદા મુક્તસ્વરૂપ જ છે. કેવળ દેખવા-જાણવાના સ્વરૂપે છે એમાં બંધ ક્યાંથી હોય? ભગવાન આત્મા પોતે અબંધસ્વરૂપ જ છે. બંધની સામે લેવું છે ને? આવો કેવળજ્ઞાન સ્વરૂપ વા મુક્તસ્વરૂપ આત્મા વડે કર્મ પુણ્ય-પાપના ભાવ વડે લિસ હોવાથી અજ્ઞાનરૂપ વા બંધરૂપે વર્તે છે, રાગમાં અજ્ઞાનપણે વર્તે છે. માટે એમ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. પોતે (કર્મ) બંધસ્વરૂપ હોવાથી કર્મનો-શુભાશુભભાવનો નિષેધ કરવામાં આવ્યો છે.
જુઓ, આત્માના સંબંધમાં ભેખ બે પ્રકારના છે-એક જડકર્મનો ભેખ એ અજીવ બંધ છે, દ્રવ્યબંધ છે, બીજો રાગનો ભેખ એ જીવબંધ છે, ભાવબંધ છે. ભાવબંધ છે એ ચેતનાનો વિકારી ભેખ છે. (૬-૧૬૪ )
(૮૭૭)
ભગવાન આત્મા પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ સદા અબંધસ્વભાવ છે. પણ રાગાદિ એટલે પુણ્ય-પાપના ભાવ સાથે તેને ભેળવતાં અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે; તે રાગાદિ કરવાને પ્રેરતો હોવાથી બંધક છે, બંધનનો કરનારો છે.
પરંતુ રાગથી ભેળસેળ વિનાનો, રાગથી ભિન્ન પડેલો જે ભાવ છે તે સ્વભાવનો પ્રકાશક છે. પુણ્ય-પાપથી નહિ ભળેલો ભાવ સ્વભાવનો પ્રકાશક એટલે પ્રગટ કરનારો હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરાપણ બંધક નથી. (૬-૨૪૮)
(૮૭૮ )
રાગ કરતાં કરતાં લાભ થાય, શુભરાગથી-પુણ્યભાવથી ધર્મ થાય એમ અબંધસ્વભાવને રાગ સાથે ભેળવવું એ જ અજ્ઞાન છે અને અજ્ઞાનમયાભાવ, મિથ્યાદર્શનનો ભાવ બંધક છે, બંધનું જ કારણ છે. અને ભગવાન જ્ઞાયકને બંધસ્વભાવી રાગ સાથે ભેળસેળ ન કરતાં, અર્થાત્ રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં રહેતાં જે જ્ઞાનભાવ પ્રગટ થયો તે જરાપણ બંધક નથી. જ્ઞાનભાવ પ્રગટતાં મિથ્યાત્વ અને અનંતાબંધીનો જરાય બંધ થતો નથી. લ્યો, આનું નામ ધર્મ છે અને આ ધર્મી છે.
(૬-૨૪૯)
(૮૭૯ )
રાગની એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાનભાવ અને અજ્ઞાનપૂર્વકના રાગદ્વેષ બંધનું કારણ બને છે. પુણ્ય-પરિણામને કરવું એ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી ભગવાન આત્માનો સ્વભાવ નથી; એ તો અજ્ઞાનભાવ છે અને તે-પૂર્વકના કષાયભાવ મિથ્યાત્વાદિના બંધનું કારણ થાય છે. પણ જેણે રાગથી પોતાના જ્ઞાયતત્ત્વને ભિન્ન પાડયું ને પર્યાયમાં જ્ઞાન અને આનંદનો સ્વાદ લીધો છે એવા ધર્મીને પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા જે જડ પરમાણુઓદર્શનમોહનો થોડો અંશ અર્થાત્ સમ્યકમોહનીયના રજણો જે ક્ષયોપશમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com