________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ
૩૩૫ કર્મના રજકણો ઠસોઠસ છે માટે આત્મા બંધાય છે એમ નથી, નહિતર સિદ્ધને પણ બંધ થાય. તેમ મન-વચન-કાયાના યોગની ક્રિયા થાય માટે આત્મા બંધાય છે એમ નથી; જો એમ હોય તો ભગવાન કેવળીને (યથાખ્યાત સંયમીને) પણ બંધ થાય. તેમ પાંચ ઇન્દ્રિયોની ક્રિયા પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો ભગવાન કેવળીને પણ બંધ થાય. તેમ ચેતનઅચેતનનો ઘાત પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો સમિતિરૂપે પ્રવર્તનારા મુનિવરોને પણ બંધનો પ્રસંગ આવે. આ પ્રમાણે પર વસ્તુ બંધનું કારણ નથી. તો બંધનું કારણ શું છે? તો કહે છે-ઉપયોગમાં જે રાગાદિ કરે છે તે એક જ બંધનું કારણ છે. અહાહા...! એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુઆત્મા એના જ્ઞાનસ્વભાવમાં ક્ષણિક વર્તમાન વિકારના-રાગાદિના પરિણામને એક કરે તે મિથ્યાત્વ બંધનું કારણ છે.
શું કહે છે? કે ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવમય ત્રિકાળ જ્ઞાનના ઉપયોગરૂપ છે. તેના વર્તમાન વર્તતા જ્ઞાનના ઉપયોગમાં પુણ્ય-પાપરૂપ રાગાદિને, દયા, દાન આદિના વિકલ્પને જોડી દે-એક કરે તે મિથ્યાત્વભાવ છે અને તે જ સંસારનુંબંધનું કારણ છે. ભાઈ ! તારો આત્મસ્વભાવ, ભગવાન જ્ઞાનસ્વભાવ એ બંધનું કારણ નથી, તેમ પરવસ્તુ પણ બંધનું કારણ નથી. ફક્ત સ્વ-સ્વરૂપના પરિણામમાં પરને એક કરવું તે મિથ્યાત્વ જ બંધનું કારણ છે. આવી વ્યાખ્યા છે બાપુ! અહા! આ તો જિનવાણી માતાલોકમાતા ભાઈ !
(૮-૧૪૦)
(૯૧૬) મુનિરાજ આમ સામું નીચું જોઈને ચાલે છે; ઇર્યાસમિતિપૂર્વક ત્યારે આમ પગ મૂકવા જાય ત્યાં કાળપ્રેરિત અર્થાત્ જેનું આયુષ્ય પૂરું થયું છે એવું જીવડું એકદમ ઝડપથી પગ નીચે ગરી જાય અને મરી જાય તોપણ મુનિરાજને હિંસા થતી નથી. તે ઊડતું જીવડું મરી ગયું એ મુનિરાજને બંધનું કારણ નથી, કેમકે મુનિરાજ “હું મારું-જીવાડું' –એવો અધ્યવસાય નથી. મુનિરાજને ઇર્યાસમિતિનો શુભભાવ છે, પણ બંધનું કારણ જે એકત્વબુદ્ધિનો અધ્યવસાય તે નથી. તેની માફક બાહ્યવસ્તુઓ જે બંધના કારણનું કારણ કહ્યું છે તે બંધનું કારણ નથી.
જો બાહ્યવસ્તુ બંધનું કારણ માનવામાં આવે તો મુનિરાજને પગ તળે જીવડું મરી જતાં હિંસા થાય અને તેથી બંધ પણ થાય; પણ એમ નથી. કેમકે મુનિરાજ અંતરમાં શુદ્ધ પરિણતિયુક્ત છે, ઇર્યાસમિતિએ પરિણમેલા છે, મારવા-જીવાડવાના અધ્યવસાયથી રહિત છે. માટે તેમને જીવડું મરી ગયું એ બંધનું કારણ નથી. તેવી રીતે બાહ્યવસ્તુ જે બંધના કારણનું કારણ છે તે બંધનું કારણ નથી.
બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં આવે તે અનેકાંતિક હેત્વાભાસ છે-એમાં વ્યભિચાર આવે છે. એટલે શું? કે બાહ્યવસ્તુને નિબંધપણે બંધનું કારણ પણું સિદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com