________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩s
અધ્યાત્મ વૈભવ થતું નથી. તે ( બાહ્યવસ્તુ) નિયમરૂપ બંધનું કારણ બની શકતી નથી. (૮-૧૪૨)
(૯૧૭) બાહ્યવસ્તુ જીવને અતભાવરૂપ છે, તે જીવના પોતાના ભાવરૂપ નથી. આ સ્ત્રી, કુટુંબપરિવાર ઇત્યાદિ પરજીવ, પૈસા, ધન-સંપત્તિ, શરીર, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ સઘળી પરવસ્તુ આત્માને અતભાવરૂપ છે, તે આત્માના ભાવરૂપ નથી, પરભાવરૂપ છે. તે જીવને બંધનું કારણ નથી.
પરંતુ હું બીજાને જીવાડું-મારું, સુખી-દુઃખી કરું, કુટુંબને પાળું-પોષે ને નભાવું, ઘનાદિ સામગ્રી આપું-લઉં અને શરીરની ક્રિયા યથેષ્ટ કરું-એવો જે અહંકારરૂપ અધ્યવસાય છે તે જીવને તભાવરૂપ છે અને તે જ જીવને બંધનું કારણ છે.
(૮–૧૪૩) (૯૧૮) અહાહા! હું બીજાને દુઃખી-સુખી કરું છું, બંધાવું-મુકાવું છું-એમ જે માને છે તે મૂઢ મિથ્યાષ્ટિ છે અને તે ચારગતિમાં અનંતકાળ રખડી ખાય છે.
જુઓ, પહેલાં કહ્યું કે-તારા પરિણામ હોય કે હું પરને બંધાવું-મુકાવું તો પણ પર જીવ તો એના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતો નથી કે મુકાતો નથી. વળી કહ્યું કેતારા પરને બંધાવા-મુકાવાના અધ્યવસાય ન હોય તોપણ પર જીવો તો પોતાના સરાગવીતરાગ પરિણામથી બંધાય છે કે મુકાય છે. આમાં ખૂબી જોઈ ? એમ કે તારા અધ્યવસાય હોય કે ન હોય, પર જીવો તો પોતાના મિથ્યાત્વના ભાવને કારણે બંધાય છે અને વીતરાગભાવને કારણે મુકાય છે. એટલે કે તારું અધ્યવસાન તો પર જીવોને બંધાવામુકાવામાં ફોગટ વ્યર્થ છે.
અહા ! આચાર્યદવે આમાં ગજબની ખૂબી નાખી છે. તારા પર જીવોને બંધાવામુકાવાના અધ્યવસાય ન હોય તોય પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામને કારણે બંધાય-મુકાય છે, અને તેને પર જીવોને બંધાવા-મુકાવાના પરિણામ હોય તો પણ પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતા-મુકાતા નથી. માટે તારા અધ્યવસાય પરમાં કાંઈ કરતા નથી.
(૮–૧૫૮). (૯૧૯) જુઓ, “બીજાને હું પાપ બંધાવું જેથી તે નરકાદિ દુર્ગતિએ જાય' –એવો જે અધ્યવસાય છે તે અકિંચિત્કર છે કેમકે તે પરને બંધાવાનું કાર્ય કરી શકતો નથી. પરને બંધાવાનો અધ્યવસાય પરને બંધાવી શકતો નથી. વળી “બીજાને હું બંધાવું' એવો અધ્યવસાય ન હોય તો પણ બીજા પોતાના સરાગ-વિકારી પરિણામથી બંધાય છે. માટે પરને બંધાવાના તારા અધ્યવસાનના કારણે પર જીવ બંધાય છે એમ છે નહિ. પર જીવ તો પોતાના અજ્ઞાનમય રાગાદિભાવથી જ બંધાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com