________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨.
અધ્યાત્મ વૈભવ આત્મા નથી. ને પર્યાયો વખતે જ આખો પરમભાવસ્વરૂપ પરમ પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા અનંતશક્તિઓથી પરિપૂર્ણ અંદર વિરાજી રહ્યો છે, –જેનું લક્ષ કરતાં બંધન ટળે છે ને મોક્ષ પ્રગટે છે. અહા ! આવો પવિત્ર સ્વરૂપ પ્રભુ આત્મા છે, એનું જ્ઞાન નથી એવા અજ્ઞાનનો એ મહિમા છે કે એને પર્યાયમાં બંધ છે.
(૯-૧૦૯ ) (૯૩૬) અહાહા..! આ પુણ્ય-પાપના શુભાશુભ ભાવ જે અજ્ઞાનીને થાય તે અજ્ઞાન ચેતના છે, કેમકે તે ભાવમાં ચૈતન્યના સ્વભાવનો અભાવ છે. શું કીધું? દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ને હિંસા, જૂઠ, વિષય-વાસના આદિના ભાવ અજ્ઞાનચેતના છે, અને તેમાં એકાગ્ર થઈ તેમાં જે રમે તેને બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, અર્થાત્ તેને શુદ્ધતા પ્રગટ થતી જ નથી; અશુદ્ધતા થાય છે. બંધ જ થાય છે.
પુણ્ય-પાપના ભાવ થાય તે કર્મચેતના છે; અને તેનું ફળ જે સુખ-દુ:ખ તે કર્મફળચેતના છે. બંને અજ્ઞાનચેતના છે. અહા ! તેમાં જે એકાગ્ર થાય તેને, કહે છે, બંધ દોડતો આવે છે. દોડતો આવે છે એટલે શું? કે તેને તત્કાલ બંધ થાય છે. અહી? તેને તત્કાલ જ દર્શનમોહનીય કર્મ બંધાય છે. સમજાણું કાંઈ.... ?
ભાઈ ! કોઈ દસ-વીસ લાખ રૂપિયાનું દાન કરે, જિનમંદિર બંધાવે અને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તે તો, અહીં કહે છે, તેને બંધ દોડતો આવે છે, તેને તત્કાલ દર્શનમોહનીયનો બંધ થાય છે.
તો શું તેને પુણ્યબંધ પણ નથી થતો?
ભાઈ ! દાનમાં કદાચિત્ મંદરાગ કર્યો હોય તો પુણ્યબંધ અવશ્ય થાય પણ સાથે જ રાગમાં એકાગ્રતા-એકત્વ વર્તતું હોવાથી દર્શનમોહનો બંધ તત્કાલ જ થાય છે અને એ દીર્થ સંસારનું મૂળ છે. બાપુ! સંપ્રદાયમાં ચાલતી વાત અને આ વીતરાગની વાણીમાં આવેલી વાતમાં બહુ ફેર છે, ઉગમણા-આથમણો ફેર છે. શુભરાગમાં એકાગ્ર થતાં ધર્મ થાય એ વાત તો દૂર રહો, એનાથી મિથ્યાત્વનો બંધ થાય છે.
(૧૦-૮૪) (૯૩૭). અરે ભાઈ ! અંદર તું પવિત્રતાનો પિંડ જ્ઞાનાનંદનો દરિયો છો ને પ્રભુ! અહાહા...! તેમાં જ એકાગ્ર થઈ ત્યાં જ તું રમે એમાં તારું હિત છે. અહા ! રાગનો સંબંધ તોડી તું પરમ એકત્વ-વિભક્ત સ્વભાવમાં એકત્વ સ્થાપી તેમાં જ લીન થાય એમાં તને સુખ થશે, શુદ્ધતા પ્રગટશે અને એ જ રીતે તને પરમાનંદસ્વરૂપ પરમપદ પ્રાપ્ત થશે. અહા ! પણ આવા નિજસ્વભાવનો ત્યાગ કરીને તું શુભરાગમાં એકાગ્ર થાય અને ત્યાં જ રમે તો, આચાર્ય ફરમાવે છે, તેને બંધ દોડતો આવશે, અર્થાત્ તરત જ તને મિથ્યાત્વનું બંધન થશે. અહો ! બહુ ટૂંકા શબ્દોમાં દિગંબર સંતોએ બહુ ચોખ્ખી વાત કરી છે. સ્વરૂપમાં રમે તો શુદ્ધતા ને સિદ્ધપદ અને રાગમાં રમે તો સંસાર.
(૧૦-૮૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com