________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩. સંવ૨
(૯૩૮ )
સંવર થવા યોગ્ય સંવાર્ય એ જીવની પર્યાય છે. તે ભાવ-સંસાર છે. સંવર કરનાર
સંવારક એ નિમિત્ત છે. સંવરની સામે જેટલો કર્મનો ઉદય નથી (અભાવરૂપ છે) એને દ્રવ્યસંવર કહે છે. એ બન્ને સંવર છે-એક ભાવ-સંવ૨ અને બીજો દ્રવ્ય-સંવ૨. (૧–૧૯૬ )
(૯૩૯)
અહાહા...! જેટલો ધર્મ પ્રગટ થાય તેટલો અધર્મથી નિવૃત્ત થાય અને જેટલો અધર્મ આસ્રવથી નિવૃત્તા થાય તેટલો ધર્મમાં સ્થિર થાય છે, તેટલાં સંવ-નિર્જરા થાય છે. આ પચ્ચકખાણ કરો, સામયિક કરો, પોસા કરો, પ્રતિક્રમણ કરો, આ ત્યાગ કરો, તે કરો, ઇત્યાદિ કરો તો ધર્મ થાય, સંવર થાય એમ લોકો માને છે. પણ તે બરાબર નથી. આસ્રવ અને આત્માને ભિન્ન જાણ્યા નથી ત્યાં સંવર કેવો? જેનો વીતરાગ વિજ્ઞાનસ્વભાવ છે એવા આત્મામાં ઢળ્યા વિના આસ્રવથી નિવૃત્તિ થાય નહિ અને ત્યાં સુધી સંવર પ્રગટ થાય નહિ. અહા ! પુણ્ય-પાપના વિષમભાવથી ભેદજ્ઞાન થયા વિના સમતા જેનું મૂળ એવી સામાયિક કેમ થાય? ન થાય બાપુ! મન-વચન-કાયાની સરળતારૂપ પ્રવૃત્તિ થી પુણ્ય બંધાય, પણ ધર્મ (૪–૯૦)
ન થાય.
(૯૪૦)
જુઓ, અનાદિથી મિથ્યાત્વ અને રાગદ્વેષે સંવરને ઉત્પન્ન થવા દીધો નથી તેથી આસ્રવને ગર્વ થયો છે કે-અનાદિકાળથી (નિગોદથી માંડીને) મેં મોટા મોટા માંધાતાઓને નીચે પાડયા છે. મોટાં રાજપાટ અને હજારો રાણીઓ છોડી જૈનનો વ્યલિંગી દિગંબર સાધુ થઈ જંગલમાં રહ્યો એવા માંધાતાઓને પણ મેં (-આસ્રવે ) પછાડયા છે-જીતી લીધા છે. દ્રવ્યલિંગી મુનિએ પંચમહાવ્રત, ગુપ્તિ, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ છે તેના પ્રેમમાં સંવરને ઉત્પન્ન થવા ન દીધો એટલે ત્યાં આસવનો જય થયો. દ્રવ્યલિંગી મુનિ પંચમહાવ્રત આદિ રાગની ક્રિયામાં સંતુષ્ટ થઈ મને સંવર થાય છે એમ આસ્રવની ક્રિયામાં સંવર માની એમાં ગર્વિત થયો અને પડયો; સંવર થયો નહિ તો આસવ જીત્યો.
અહીં એમ કહે છે કે-આસવનો નાશ કરી જે સંવર પ્રગટ થયો તે હવે મોક્ષદશા પ્રગટ થાય ત્યાં સુધી પાછો હઠવાનો નથી એવો વિજય સંવરે પ્રાપ્ત કર્યો છે. રાગથી પૃથક થઈ જે એણે આસ્રવને જીત્યો તે જીત સદાય રહેશે એમ આ પંચમઆરાના મુનિવર કહે છે. અમારો ભગવાન જે આનંદનો નાથ એને અમે પકડયો છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com