________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮
અધ્યાત્મ વૈભવ (૯૨૨) આત્મા ત્રણલોકનો નાથ પ્રભુ અંદર સદા એક જ્ઞાયકભાવપણે ભગવાન સ્વરૂપે બિરાજમાન છે. તેને દષ્ટિમાં લઈને તેનાં જ્ઞાન શ્રદ્ધાન કર્યા વિના જિનવરકથિત વ્યવહારની જેટલી ક્રિયાઓ કરવામાં આવે તે બધીય બંધનું કારણ થાય છે. અહા ! જેમાં અબંધસ્વરૂપી ભગવાન ન આવતાં બંધસ્વરૂપ એવા રાગાદિ આવે તે બધીય ક્રિયાઓ સંસારનું બંધનું કારણ થાય છે. થાય શું? એ ક્રિયાઓનો એવો જ સ્વભાવ છે. સમજાણું કાંઈ...? (૮-૨૩૯)
(૯૨૩) અહા! જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. અહો ભેદજ્ઞાન! એની પ્રગટતા થતાં જીવ મુક્તિ પામે ને એના અભાવે સંસારમાં બંધાયેલો રહે. અહા ! ભેદજ્ઞાનનો અભાવ છે તે જ બંધન છે. રાગ ને જ્ઞાનને એક માની પ્રવર્તે તે બંધન છે, સંસાર છે.
(૮-ર૬૦) (૯૨૪). સ્વદ્રવ્ય-પદ્રવ્ય કોને કહીએ? અહા ! પરદ્રવ્ય ત્રણ પ્રકારે છે: સચેત, અચેત અને મિશ્ર. ત્યાં અરિહંતનો આત્મા, સ્ત્રીનો આત્મા, નિગોદનો આત્મા એ બધા સચેત; એક પરમાણુથી માંડીને મહાત્કંધ એ અચેત છે અને શિષ્ય, નગર, સ્ત્રી-પરિવાર આદિ સહિત બધા મિશ્ર છે. આ કોઈ પણ-સચેત, અચેત કે મિશ્ર-પરદ્રવ્યનો આશ્રય લેતાં વિકાર જ થાય છે. ...........
અહા ! જેના નિમિત્તે નવાં નવાં કર્મ બંધાય છે તે વિકારની સંતતિનું મૂળ પરદ્રવ્યનું સ્વામીપણું છે; અને સ્વદ્રવ્યનું સ્વામીપણું એ મુક્તિનું કારણ છે. અહા ! પર-આશ્રયે બંધ ને સ્વ-આશ્રયે મુક્તિ-આ સર્વનો સંક્ષેપમાં સાર છે.
(૮-૩૫૮). (૯૨૫) અહા! અંદર સ્વરૂપમાં જાય તો એકલું ત્યાં અમૃત ભર્યું છે. પણ અજ્ઞાનીને સ્વરૂપની ખબર નથી અને તેથી તે રાગાદિને-ઝરને જ વેદે છે-અનુભવે છે અને હું સુખી છું એમ માને છે. તો વાસ્તવિક શું છે? અહાહા...! યથાર્થ ઉપદેશને પ્રાપ્ત થઈ કોઈ પરદ્રવ્યના નિમિત્તે થતા નૈમિત્તિક ભાવ-વિકારને છોડીને શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં અંતર્લીન થાય છે ત્યારે તેને શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટ થાય છે અને તેમાં તે નિરાકુલ આનંદને વેદ-અનુભવે છે. અહીં ! આવી નિજાનંદરસલીન દશા તે “નિજ ચાટે ને તે ધર્મ બાકી આ કરું ને તે તે કરું-એ બધા વિકલ્પ અધર્મ છે.
(૮-૩૭૧). (૨૬) બંધ તો કાપવાથી-છેદવાથી કપાય છે, છેદાય છે. અહાહા..! અંદર શુદ્ધ દષ્ટિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com