________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪
અધ્યાત્મ વૈભવ જે મિથ્યાભાવ છે એ જ બંધનું કારણ થાય છે, બાહ્યવસ્તુ કે બાહ્યવસ્તુની ક્રિયા નહિ.
(૮-૧૨૭) (૯૧૩) અહાહા...! શિષ્ય પૂછે છે કે જો અધ્યવસાય એક જ બંધનું કારણ છે અને બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, આ શરીરની ક્રિયા, સ્ત્રી-કુટુંબ પરિવાર, ધનાદિ સામગ્રી બંધનું કારણ નથી તો સ્ત્રી-પુત્ર પરિવાર છોડો, ઘર છોડો, ધનાદિ છોડો એમ ઉપદેશ કરવામાં આવે છે તેનું શું કારણ છે?
સ્ત્રીનો સંગ ન કરો, વ્યભિચારી પુરુષોનો પ્રસંગ ન કરો, કંદમૂળનું સેવન ન કરો, રાત્રિભોજન ન કરો ઇત્યાદિ પરવસ્તુનો આપ નિષેધ કરો છો અને વળી પરવસ્તુ બંધનું કારણ નથી એમ પણ કહો છો તોએ પરવસ્તુનો નિષેધ ભગવાન! આપ શા કારણથી કરો છો?
તેનું સમાધાનઃ અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે
શું કીધું? કે પર જીવોને મારું જીવાડું, પરની સાથે વ્યભિચાર કરું ઇત્યાદિ એવો જે અધ્યવસાય-એત્વપણાનો મોહ છે તેનો નિષેધ કરવા માટે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અહા ! અંદર અભિપ્રાયમાં જે વિપરીત ભાવ છે એના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કરાવ્યો છે. અહાહા..! કોઈને બહારમાં પરિગ્રહના ઢગલા હોય, હીરા, માણેક, મોતી, જવાહરાત, સ્ત્રી-પુત્ર, રાજસંપત્તિ ઇત્યાદિ ઢગલાબંધ હોય; ત્યાં એ બાહ્ય ચીજો બંધનું કારણ નથી એ તો સત્ય જ છે, પણ એમના તરફના આશ્રયનવાળો મમતાનો જે વિપરીત અભિપ્રાય છે તે બંધનું જ કારણ છે તેથી તે મોર્યુક્ત વિપરીતભાવના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કહેવામાં આવ્યો છે.
(૮-૧૨૮)
(૯૧૪)
અહીં પરનો આશ્રય અને સ્વનો આશ્રય એમ બે વાત છે. તેમાં પરના આશ્રયે જે એકત્વબુદ્ધિથી પરિણામ થાય તેને બંધ કહ્યો, બંધનું કારણ કહ્યું. અને સ્વભાવ અંદર જે શુદ્ધ ચૈતન્યરસ-જ્ઞાનાનંદરસથી પરિપૂર્ણ એવું ધ્રુવ તત્ત્વ એના આશ્રયે મોક્ષ કહ્યો, મોક્ષનું કારણ કહ્યું. અહીં આ બે ચોખ્ખા ભાગ પાડવા છે કે સ્વના આશ્રયે મોક્ષ ને પરના આશ્રયે બંધ. વળી ત્યાં પરચીજ છે તે બંધનું કારણ નથી અને સ્વવસ્તુ ત્રિકાળી આત્મા છે તે મોક્ષનું કારણ નથી એમ વિશેષ કહે છે. પરાશ્રિત અને સ્વાશ્રિત જે પરિણામ છે તે પરિણામ જ અનુક્રમે બંધ-મોક્ષનું કારણ છે.
(૮–૧૩૬) (૯૧૫) આ બંધ અધિકારમાં તો પહેલેથી જ ન્યાયથી ઉપાડ્યું છે કે – જુઓ, જગતમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com