________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ
૩૩૩
તે મિથ્યાત્વભાવ છે કેમકે પર વસ્તુનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં ક્યાં છે? અરે ભાઈ ! નગ્નપણું એ તો શરીરની જડની અવસ્થા છે. તેને તું (-ચેતન) કેમ કરે? અને વસ્ત્રાદિ તારામાં કે દિ' હતાં તે તે છોડ્યાં? વાસ્તવમાં પરવસ્તુનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ મિથ્યાત્વભાવ છે. પરવસ્તુને હું છોડું એવો અધ્યવસાય પુણ્યબંધનું કારણ થાય છે, પણ સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે.
આ પ્રમાણે પાંચ અવ્રત છે તે પાપ છે અને પાચ મહાવ્રત છે તે પુણ્ય છે; અને તે હું કરું” એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે અને તે પાપ ને પુણ્યબંધનું કારણ થાય છે. મહાવ્રતના પરિણામ પણ હું કરું એવી જે એકત્વબુદ્ધિ છે તે મિથ્યાત્વસહિત પુણ્યબંધનું કારણ છે, પણ જરીય ધર્મ નથી. સમજાણું કાંઈ....?
(૮-૧૧૮) (૯૧૧) શું કહે છે? કે આ શરીર, ધન, લક્ષ્મી ઇત્યાદિ “આ બધું મારું છે' એવી જે મમતાબુદ્ધિનો ભાવ છે તે જ બંધનું કારણ છે, ધનાદિ બાહ્ય વસ્તુ નહિ. નહિતર તો જેને ઝાઝી લક્ષ્મી હોય તેને તે ઝાઝા-વધારે બંધનું કારણ થાય અને થોડી લક્ષ્મી હોય તેને તે થોડા બંધનું કારણ થાય. પણ એમ હોતું નથી. કોઈ દરિદ્રી હોય પણ અંદર મમતાથી ખૂબ તૃષ્ણાવાન હોય તો તેને વિશેષ ઝાઝો પાપબંધ થાય, અને કોઈ સંપત્તિ-વૈભવશીલ હોય પણ અંદરમાં મમતારહિત હોય તો તેને અતિ અલ્પ બંધ થાય. જુઓ, ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હોય તેને છ ખંડની સંપતિનો વૈભવ છે, પણ તેને અલ્પ બંધ છે, કેમકે તેને રાગમાં ને બાહ્યવૈભવમાં ક્યાંય મમતા નથી. રાગ નથી. આ પ્રમાણે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, પણ તેમાં એકત્વનો અધ્યવસાય જ બંધનું કારણ છે.
(૮-૧૨૫) (૯૧૨) હિંસામાં, શરીરનું બળી જવું, શરીરાદિ પ્રાણનું વિખરાઈ જવું ઇત્યાદિ બાહ્ય ક્રિયા આના (-જીવના) પરિણામમાં નિમિત્ત છે; ત્યાં એ પરિણામ બંધનું કારણ છે, પણ એ શરીરની ક્રિયા બંધનું કારણ નથી. તેમ શરીરથી વિષયની ક્રિયા થાય એ ક્રિયા બંધનું કારણ નથી, પણ હું શરીરથી વિષય સેવન કરું એવો આને જે અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એ અધ્યવસાયને શરીરની ક્રિયા આશ્રયભૂત નિમિત્તભૂત છે, પણ એ શરીરની ક્રિયા બંધનું કારણ નથી. શરીર તો જડ પરવસ્તુ છે. એ જડની ક્રિયા આને બંધનનું કારણ કેમ થાય? ન થાય. તેમ “હું જૂઠું બોલું” એવો જે અસત્યમાં અધ્યવસાય છે તે જ પાપબંધનું કારણ છે. જૂઠું બોલવાના અધ્યવસાયને ભાષાવર્ગણાના નિમિત્ત હો, પણ એનાથી પાપબંધ નથી. અહીં તો આ સિદ્ધાંત છે કે-આ હું (પરનું) કરું છું, અને એમાં મને મઝા છે' ઇત્યાદિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com