________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૧
બંધ ઉપયોગભૂમિમાં રાગથી એકત્વ કરે છે અને માટે તે અધ્યવસાય તેને બંધનું જ કારણ થાય છે. તથા જે જ્ઞાનના પરિણામ ભગવાન શાયકના ત્રિકાળી નિર્મળ ઉપયોગમાં એકત્વ કરે છે તે અધ્યવસાય મોક્ષનું કારણ બને છે. આવી વાત છે. જ્યાં જેમ હોય તેમ યોગ્ય સમજવું જોઈએ.
(૮-૧૧૬) (૯૦૯). શું કીધું? જૂઠું બોલવાની ભાષા હું કરી શકું છું –એ અધ્યવસાય મિથ્યાત્વ છે, બંધનું જ કારણ છે. બોલવાપણે જે વચન છે તે તો ભાષાવર્ગણાનું કાર્ય છે ભાઈ ! તને જૂઠું બોલવાના અશુભ ભાવ થાય તે ભાવ અને જૂઠા વચન સાથે તું એકત્વ કરે, તે ક્રિયામાં અહંકાર કરે તે મિથ્યા શલ્ય છે પ્રભુ! અને તે પાપબંધનું જ એકમાત્ર કારણ છે.
તેવી રીતે અદત્તગ્રહણ-બીજાની ચીજ હું ચોરીને લઈ શકું છું એવો અધ્યવસાય પણ મિથ્યાત્વ છે ને પાપબંધનું કારણ છે. ભાઈ ! અદત્તગ્રહણમાં થતી જડની ક્રિયામાં અને તને થતા ચોરીના અશુભભાવમાં અહંકાર કરે કે કેવી અમે સિફતથી ચોરી કરી? પણ એ અધ્યવસાય મહા પાપબંધનું કારણ છે એમ કહે છે.
તેવી રીતે અબ્રહ્મમાં વિષયનો-મૈથુનનો જે ભાવ છે તે અશુભભાવ છે. ત્યાં તે મૈથુનના અશુભભાવની અને શરીરની ક્રિયા જે મૈથુનની થાય તે હું કરી શકું છું એવો અધ્યવસાય મિથ્યાત્વભાવ છે. અહાહા..! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવમાત્ર બ્રહ્માનંદસ્વરૂપ છે. અને શરીર તો જડ ભિન્ન છે. ત્યાં વિષયસેવનમાં શરીરની ક્રિયા જે થાય તે હું કરું છું એમ માને તે મિથ્યાત્વ છે. તેનું ફળ અનંત સંસાર છે.
તેમ પરિગ્રહમાં હું વસ્ત્ર રાખી શકું છું, પૈસા રાખી શકું છું, પૈસા કમાઈ શકું છું, પૈસાની વ્યવસ્થા કરી શકું છું, સોનું-ચાંદી-જવાહરાત રાખી શકું છું, શરીર, વાણી ઇત્યાદિ પરની ક્રિયા કરી શકું છું એવો જે પરના પરિગ્રહરૂપ એકત્વનો અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે અને તે ચારગતિરૂપ સંસારમાં રખડવાનું કારણ છે.
આ પ્રમાણે અજ્ઞાનીને અસત્ય, અદત્ત, અબ્રહ્મ, અને પરિગ્રહમાં જે પરના એકત્વરૂપ અધ્યવસાય છે તે પાપબંધનું કારણ છે.
અહા ! વીતરાગનો મારગ બહુ જુદો છે ભાઈ ! જે જ્ઞાનની પર્યાયનું પરિણમન એકલું પરસમ્મુખપણે થાય તે મિથ્યાત્વસહિત હોવાથી મિથ્યાજ્ઞાન છે અને તે બંધનું - સંસારનું કારણ બને છે. જ્યારે જે જ્ઞાનનું પરિણમન ભગવાન શાયકની સન્મુખ થઈને થાય તે સમ્યજ્ઞાન છે અને તે મોક્ષનું કારણ છે.
(૮-૧૧૭). (૯૧૦) અહા! અહિંસામાં “હું પરને જીવાડી શકું છું, બીજા જીવોની દયા પાળી શકું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com