________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૦
અધ્યાત્મ વૈભવ અધ્યવસાય છે અને તે જ કહે છે, બંધનું કારણ છે. એમ નક્કી કરવું. (આ સામાન્ય કથન
અહાહા...! કહે છે-પુણ્ય-પાપરૂપ બંધમાં બેમાં કારણનો ભેદ ન પાડવો. એમ ના માનવું કે પુણ્યબંધનું કારણ બીજું છે અને પાપબંધનું કોઈ બીજું છે. અહાહા...! ભગવાન આત્મસ્વભાવમાંથી તો રાગની ઉત્પત્તિ થતી નથી; પણ આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય એ એક જ શુભાશુભ બંધનું કારણ છે એમ કહે છે.
(૮-૧૦૭) (cos) અહા ! હું પર જીવને મારી શકું છું' એવો જે ભાવ તે પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવપ્રાણનો ઘાત છે. તેવી રીતે “હું પરને જીવાડી શકું છું' એવો ભાવ પણ પોતાના શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવપણાનો ઘાત છે. તે જ નિશ્ચયે બંધનું કારણ છે.
(૮-૧૧૩) (૯૦૭) અધ્યવસાયશબ્દ ચાર રીતે વપરાય છેઃ૧. મિથ્યાશ્રદ્ધાનરૂપ સ્વ-પરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય તે બંધનું કારણ છે.
૨. પરમાં સુખ છે, પુણ્યથી ધર્મ છે, પાપમાં મઝા છે-ઇત્યાદિ સ્વ-પર સંબંધી મિથ્યાબુદ્ધિસહિત વિભાવભાવ તે અધ્યવસાય બંધનું કારણ છે.
૩. પરમાં એત્વબુદ્ધિ ન હોય છતાં પરસમ્મુખતાના જે વિભાવ પરિણામ જ્ઞાનીને થાય છે તે કિંચિત્ બંધનું કારણ છે. ત્યાં એકત્વબુદ્ધિજનિત અનંત સંસારના કારણરૂપ બંધ નથી તેથી એને ગૌણ ગણી બંધ ગણવામાં આવેલ નથી એ બીજી વાત છે, બાકી એ પરિણામ છે એ અપેક્ષાએ તે અધ્યવસાય બંધનું કારણ છે. અહીં તે ગૌણ છે.
૪. જે પરિણામમાં પ્રજ્ઞાછીણી વડે રાગ ને આત્માનો ભેદ કરીને શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મામાં એકત્વ કર્યું છે એવા નિર્મળ પરિણામને પણ અધ્યવસાય કહે છે, તે અધ્યવસાય મોક્ષનું કારણ છે.
આ પ્રમાણે જ્યાં જે અર્થ થતો હોય ત્યાં યથાસ્થિત તે અર્થ કરવો જોઈએ. અજ્ઞાનીને પરમાં એકતાબુદ્ધિપૂર્વક જે અધ્યવસાય છે તે બંધનું જ કારણ છે, જ્યારે જ્ઞાનીને પરની એકતાબુદ્ધિરહિત પરિણામ હોય છે તે મુખ્યપણે બંધનું કારણ નથી. ભાઈ ! આવો મોટો ફેર છે. પોતાને મન ફાવે તેમ અર્થ કરે તે ન ચાલે. સમજાણું કાંઈ....?
(૮-૧૧૬) (૯૦૮) મિથ્યાદષ્ટિ, પોતે છે તો નિત્ય નિરંજન જ્ઞાનના નિર્મળ ઉપયોગસ્વરૂપ, પણ તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com