________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
અધ્યાત્મ વૈભવ કરવું છોડી દે કેમકે ઉપયોગમાં ચૈતન્યની પરિણતિમાં રાગનું એકત્વ કરવું એ બંધનું કારણ છે. ભાઈ ! ચાહે તો દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો રાગ હો, ચાહે મહાવ્રતાદિનો વિકલ્પ હો, વા ચાહે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો-એને ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા સાથે એકત્વ કરે એ મિથ્યાત્વ છે અને એ જ સંસાર અને ચાર ગતિમાં રખડવાનું મૂળિયું છે. શું કહ્યું? ભક્તિ કે વ્રતાદિના વિકલ્પ તે મિથ્યાત્વ છે એમ નહિ, પણ તે વિકલ્પને-રાગને ઉપયોગમાં એકમેક કરવો તે મિથ્યાત્વ છે અને તે બંધનું સંસારનું મૂળ કારણ છે.
(૮-૧૯) (૮૯૯) અહાહા..! આવા અબદ્ધસ્કૃષ્ટ પ્રભુ આત્માને જેણે દૃષ્ટિમાં લીધો છે તેને બંધન છે નહિ. ભગવાન આત્મા અંદર અબંધસ્વરૂપ છે અને તેને દૃષ્ટિમાં લેનારાં પરિણામ પણ રાગ ને પરના સંબંધ રહિત અબંધ જ છે.
અહાહા...! જેણે રાગથી ભિન્ન પડીને અંદર અબંધસ્વરૂપ ભગવાન આત્માને ભાળ્યો છે તેને બંધનરહિત જ અમે કહીએ છીએ એમ કહે છે. જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પોતાના ભગવાનના ભેટા થયા ને! ભલે પર્યાયમાં ભગવાન આવ્યા નથી પણ પર્યાયમાં ભગવાનના જ્ઞાન-શ્રદ્ધાન આવી ગયાં છે. પહેલાં પર્યાયમાં રાગની એકતા આવતી હતી અને હવે પર્યાયમાં રાગ વિનાનો આખો ચૈતન્યનો પુંજ પ્રભુ આવ્યો છે. અહાહા...! રાગનો અભાવ થઈને પર્યાયમાં પૂરણ દ્રવ્યસ્વભાવ જણાયો છે, એવા સ્વભાવદષ્ટિવંતને, અહીં કહે છે, બંધ નથી, નિબંધતા છે. આવી વાત છે બાપુ! દુનિયા સાથે મેળવવા જઈશ તો મેળ નહિ ખાય.
(૮-૨૧) (૯00) સમ્યગ્દષ્ટિને બહારના સંયોગો, પહેલાં મિથ્યાદષ્ટિ હતો ત્યારે જે હતા તેવા જ હોવા છતાં તે બંધાતો નથી. સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં સમ્યગ્દષ્ટિ છે, કાય-વચન-મનની ક્રિયા પણ તે જ પ્રમાણે કરતો હોય છે, તે જ અનેક પ્રકારના કરણો નામ ઇન્દ્રિય વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો હોય છે તો પણ તે કર્મરજથી બંધાતો નથી. ગજબ વાત! કેમ બંધાતો નથી? કારણ કે બંધનું કારણ જે મિથ્યાત્વ વા જ્ઞાનમાં રાગનું એક કરવું–તેનો તેને અભાવ છે. ભાઈ ! મિથ્યાત્વ એ જ સંસાર, એ જ આસ્રવ અને એ બે બંધનું મૂળ કારણ છે. બીજી વાતને (-અસ્થિરતાને) ગૌણ કરીને સમ્યગ્દષ્ટિને રાગના યોગનો જે અભાવ છે તેની મુખ્યતાથી તે નિબંધ જ છે, બંધાતો નથી એમ કહ્યું છે. (૮-૨૯)
(૯૦૧) -સમ્યગ્દષ્ટિને બંધનું કારણ જે રાગનો યોગ તેનો અભાવ છે. એટલે કે તેને પોતાના સચ્ચિદાનંદસ્વરૂપમાં જોડાણ થયું હોવાથી તેના મહિમા આગળ રાગનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com