________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ
૩૨૭
પણ સમિતિપૂર્વક વિચરતાં શરીરના નિમિત્તથી સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત થાય છે. પરંતુ તે મુનિવરોને બંધ થતો નથી તેથી સિદ્ધ થયું કે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત બંધનું કારણ નથી. (૮–૧૬)
( ૮૯૬ )
ઉપયોગમાં રાગનું કરવું અર્થાત્ રાગની સાથે એકત્વબુદ્ધિ કરવી તે બંધનું કારણ છે જ્યારે ઉપયોગમાં વીતરાગસ્વરૂપનું પ્રગટ કરવું તે અબંધનું કારણ છે, આનંદનું કારણ છે, સુખનું અને શાંતિનું કારણ છે. લ્યો, આવી વાત! અરે! સત્ય જ આ છે. બહારની ચીજ જે રાગ કે જે એના (નિર્મળ) ઉપયોગમાં નથી તે બહારની ચીજને ઉપયોગમાં એકાકાર કરવી એ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. ( ૮–૧૮ )
(૮૯૭)
પ્રશ્નઃ- - જ્ઞાનીને મિથ્યાત્વ ગયા પછી રાગ તો રહે છે? તે એને બંધનું કારણ છે કે
નહિ ?
સમાધાનઃ- - સમાધાન એમ છે કે જ્ઞાનીના એ રાગનું બંધન મિથ્યાત્વના બંધની અપેક્ષાએ અત્યંત અલ્પ છે તેથી એને ગૌણ કરીને તેને બંધ નથી એમ કહ્યું છે; કેમકે મુખ્યપણે તો જ્ઞાનમાં રાગના એકત્વરૂપ મિથ્યાત્વ જ બંધનું કારણ છે.
બીજી રીતે કહીએ તો વ્યવહા૨૨ત્નત્રયનો જે રાગ છે એ બંધનું કારણ છે એ અહીં સિદ્ધ નથી કરવું પણ વ્યવહારત્નત્રયનો જે શુભરાગ-શુભોપયોગ છે તેને આત્મા સાથે એકત્વ કરવું, ભેળવી દેવું તે બંધનું કારણ છે એમ અહીં સિદ્ધ કરવું છે. વળી બીજી જગ્યાએ જ્યાં મોક્ષનું કારણ સિદ્ધ કરવું હોય ત્યાં એમ આવે કે-નિશ્ચય-રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એ મોક્ષનું કારણ છે અને વ્યવહારત્નત્રયનો જે રાગ છે તે બંધનું કારણ છે. પણ એ તો (સમકિતીને ) મોક્ષના કારણની ને બંધના કારણની ભિન્નતા ત્યાં સ્પષ્ટ કરવી છે. અહીં તો મિથ્યાદષ્ટિને કેમ બંધ છે એ સિદ્ધ કરવું છે. તેથી એને તો રાગનું ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે એમ સિદ્ધ કર્યું છે. આવી વાત છે. ( ૮–૧૮ )
( ૮૯૮ )
-પ્રભુ! આ તારા હિતની વાત છે. શું? કે રાગને-પુણ્ય-ભાવને ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કારણ છે અને રાગને ઉપયોગથી ભિન્ન પાડીને એકલો (નિર્ભેળ) ઉપયોગ કરવો એ અબંધ-મોક્ષનું કારણ છે. આ મહાસિદ્ધાંત છે. આમાં જરાય બાંધછોડ કે ઢીલાપણું ચાલી શકે નહિ. રાગથી લાભ થાય એમ માને એ તો રાગથી પોતાનું એકત્વ કરનારો છે; તે મિથ્યાદષ્ટિ છે અને તેને બંધ જ થાય; મોક્ષ ન થાય, આવી વાત છે!
અહાહા...! અહીં કહેવું છે કે આત્માના ચૈતન્યના વેપા૨માં રાગનું એકત્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com