________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ
૩૨૫ નથી. તથા કિંચિત્ બંધ છે તે પણ કેવો ને કેટલો? જુઓને! અંતર્મુહૂર્તમાં ૩૩ સાગરની સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ.
(૭-૪૦૪) (૮૯૧) જુઓ, સિદ્ધાંતમાં ઉપભોગથી જ્ઞાનીને બંધ કહ્યો નથી કારણ કે તેને તે જાતનો રસ નથી. જ્ઞાનીને કોઈ કર્મને કારણે સામગ્રી હોય ને તેમાં જરી રાગ આવી જાય તો બળજરીથી તે ભોગવે છે, તેમાં એને સુખબુદ્ધિ નથી. પુરુષાર્થની મંદતામાં રાગનું જોર છે એમ જાણીને ભોગવે છે, પણ ભોગવવાની ઇચ્છા નથી, સામગ્રીની ઇચ્છા નથી. માટે ત્યાં તેને બંધ કહ્યો નથી. ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે તો તેને ત્યાં બંધ કહ્યો નથી. ભાઈ ! આ તો થોડા શબ્દ ઘણું કહ્યું છે. ગાગરમાં સાગર ભર્યો છે.
શું કહ્યું? કે રસ લઈને ભોગવે તો અવશ્ય બંધ થાય. ભોગવવાનો જે રસ છે તે અપરાધ છે અને તેથી રસ લઈને ભોગવે તો અપરાધી થતાં જરૂર બંધ થાય. પણ જ્ઞાનીને રસ નથી, ઇચ્છા નથી.
(૭-૪૧૧) (૮૯૨) સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનની સાથે શુદ્ધતા તો પ્રગટી છે, ને તેમાં અંતર-એકાગ્રતાના વેપાર દ્વારા તે વૃદ્ધિ કરે છે, અતીન્દ્રિય આનંદરૂપી અમૃતના માલને વધારી દે છે. તેથી કહે છે, દુર્બળતાને લઈને જે બંધ થતો હતો તે હવે થતો નથી. અહા ! આત્મશક્તિનો વધારનાર હોવાથી તેને દુર્બળતાથી થતો બંધ થતો નથી. અહો! અલૌકિક વાત છે! આચાર્ય અમૃતચંદ્ર એકલાં અમૃત રેડ્યાં છે. અહા ! કહે છે-આનંદ-આનંદ-આનંદ-અનાકુળ આનંદ વધી જવાને કારણે સમકિતીને દુર્બળતાથી થતો બંધ થતો નથી પણ જે દુર્બળતા છે તે નાશ પામી જાય છે. અહા! જ્યાં સબળતા પ્રગટી ત્યાં દુર્બળતા નામ અશુદ્ધતા નાશ પામી જાય છે અને તેથી તેને બંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે. અહા ! આવો અલૌકિક મારગ ! બાપુ! જેના ફળમાં અનંત આનંદ આવે, અહાહા...! સાદિ અનંત અનંત સમાધિ-સુખમય મોક્ષદશા પ્રગટે તે ઉપાય પણ અલૌકિક જ હોય ને!
(૭-૫૧૩) (૮૯૩) લ્યો, આ મૂળ વાત કીધી. મિથ્યાત્વ કહેતાં વિપરીત માન્યતા અને અનંતાનુબંધીનું પરિણમન એ જ બંધ થવામાં મુખ્ય કારણ છે. મિથ્યાત્વની સાથે રહેલો કષાય તે અનંતાનુબંધી કષાય છે. અને તેને જ બંધનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે. પરંતુ સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ પણ નથી અને અનંતાનુબંધી કષાય પણ નથી. સમ્યગ્દષ્ટિને તો તે બન્નેનો અભાવ છે...
જુઓ, મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ભૂમિકામાં જેવો બંધ થાય છે તેવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com