________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૬
અધ્યાત્મ વૈભવ બંધ જ્ઞાનીને થતો નથી. અને તે અપેક્ષાએ તેને બંધ નથી એમ અહીં કહેવામાં આવ્યું છે. મિથ્યા શ્રદ્ધાનને અનંતાનુબંધી કષાય જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે. એ જ બંધનું ને સંસારનું મૂળ કારણ છે. અહા! આત્મા જ્ઞાની થયો ત્યાં અનંત સંસારનું બંધન રહ્યું નહિ ને જે અલ્પ બંધન છે તેની, કહે છે, ગણતરી શું?
‘વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં રહેવાની અવિધ શું?' મોટો આંબો કે મોટી આંબલી હોય, પણ તેનું મૂળ નીચેથી કાપી નાખે તો પછી પાંદડાં રહેવાનો કાળ કેટલો ? બહુ થોડા; કેમકે તેને પોષણ નથી તેમ મિથ્યાત્વાદિ નાશ પામી જતાં કિંચિત્ બંધન છે પણ તેને પોષણ નથી, તે બંધન નાશ પામી જવા માટે જ છે. ( ૭-૫૫૪)
(૮૯૪ )
રાગનું ઉપયોગમાં એકત્વ થવું એનું નામ બંધતત્ત્વ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. તેના ઉપયોગમાં–જ્ઞાનમાં વિકારનું-રાગનું એકત્વ થવું તે બંધતત્ત્વ છે. જડ (૮-૧૨ )
કર્મનો બંધ એ તો બાહ્ય નિમિત્ત છે.
(૮૯૫ )
શુભભાવ ભલો ને અશુભ બૂરો એવા બે ભાગ શુદ્ધ ચૈતન્યના એકાકાર (ચિદાકાર) સ્વભાવમાં નથી. અજ્ઞાનને લઈને મિથ્યાદષ્ટિએ એવા બે ભાગ પાડયા છે. પણ એ વિષમતા છે અને તે બંધનું કારણ છે. ભગવાન સિદ્ધ તો પૂરણ સમભાવે-વીતરાગભાવે પરિણમ્યા છે તેથી ત્યાં કર્મયોગ્ય પુદ્દગલો હોવા છતાં પણ સિદ્ધ ભગવાનને બંધ નથી. માટે કર્મયોગ્ય પુદ્દગલોથી ભરેલો લોક બંધનું કારણ નથી.
મન-વચન-કાયની ક્રિયાસ્વરૂપ યોગ બંધનું કારણ નથી. જો યોગની ક્રિયા બંધનું કારણ હોય તો યથાખ્યાત સંયમીઓને પણ બંધ થવો જોઈએ; અકષાયી વીતરાગી મુનિવરને યોગની ક્રિયા હોય છે, તો તેને પણ બંધ થવો જોઈએ. અગિયારમે-બારમે ગુણસ્થાને શુક્લધ્યાનમાં પણ મનનું નિમિત્ત છે, મનની ક્રિયા છે, છતાં ત્યાં કષાય નથી તેથી બંધ થતો નથી, કેમકે યોગની ક્રિયા બંધનું કારણ નથી. તેરમે ગુણસ્થાને કેવળીને પણ વચનયોગ છે, કાયયોગ છે, પરંતુ ત્યાં કષાય નથી તેથી બંધ થતો નથી. આ પ્રમાણે સિદ્ધ થયું કે યોગ તે બંધનું કારણ નથી.
જો કરણો બંધનું કારણ હોય તો પૂર્ણ વીતરાગપણે પરિણમેલા કેવળી અરિહંતોને પણ બંધ થવો જોઈએ, કેમકે તેમને કરણો નામ ઇન્દ્રિયો તો છે. પણ એમ બનતું નથી. તેથી સિદ્ધ થયું કે અનેક પ્રકારનાં કરણો બંધનું કારણ નથી. મિથ્યાદષ્ટિને બંધ છે કેમકે રાગથી સંયુક્તપણું જ બંધનું કારણ છે.
સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી બંધ થતો હોય તો ઇયાંસમિતિપૂર્વક પ્રમાદરહિત યત્નાચાર વડે વિચરતા મુનિવરોને પણ બંધ થવો જોઈએ કેમકે તેમને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com