________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦
અધ્યાત્મ વૈભવ અવશ્ય કર્મથી બંધાય છે અને જે પુણ્ય-પાપથી રહિત શુદ્ધ ચૈતન્યમય આત્માનો અનુભવ કરે છે તે કર્મથી મુક્ત થાય છે. આ જિનવચન-આગમવચન છે. (૬-૬૬ )
(૮૭૩)
દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો શુભભાવ હોય કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ ઈત્યાદિનો અશુભભાવ હોય, બન્નેય ભાવ વિભાવભાવ છે અને સર્વજ્ઞદેવોએ જિનભગવંતોએ બન્નેનેય અવિશેષપણે-બેયમાં કાંઈ ફેર પાડયા વિના એકસરખાં બંધનાં સાધન-કારણ કહે છે. બેઉમાંથી એકેય ધર્મ કે ધર્મનું સાધન નથી, પણ બન્નેય સમાનપણે જ બંધનાં સાધન છે.
‘સમસ્ત કર્મ’ એમ કહ્યું છે ને એટલે કે શુભ અને અશુભ બન્ને કર્મને સર્વજ્ઞ ભગવાને અવિશેષપણે બંધનાં કારણ કહ્યાં છે. બંધનની અપેક્ષાએ બન્ને સરખાં છે, બેમાં કોઈ ફેર નથી. આવી વાત આકરી પડે છે માણસને, કેમકે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એમ માને છે ને ? પણ ભાઈને તારી એ માન્યતા સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. (૬-૬૯ )
(૮૭૪ )
આ શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ-એ બધી બાહ્ય ચીજોને તો આત્મા અડતોય નથી, અનંતકાળમાં કદી અડતોય નથી. પણ સદાય અબંધસ્વરૂપ એવો પોતાનો જો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે એનાથી ભ્રષ્ટ થઈ ભગવાન રાગમાં રોકાઈ ગયો એ પોતાનો અપરાધ છે અને એ જ ભાવબંધ છે.
(૬–૧૫૮ )
(૮૭૫ )
રાગ પોતે બંધસ્વરૂપ છે અને તેથી તેનો નિષેધ છે. સર્વને જાણવા-દેખવાનો સ્વભાવ તો અબંધસ્વરૂપ છે. આવો અબંધસ્વરૂપ ભગવાન આત્મા રાગમાં રોકાવાથી પોતાને જાણતો નથી; અહા ! સર્વ શેયોને જાણનાર એવા પોતાને તે જાણતો નથી! પોતાને જાણતો નથી એમ કીધું, પણ સર્વજ્ઞેયોને જાણતો નથી એમ ન કીધું. કેમકે પોતાને જાણવું એ નિશ્ચય છે અને ૫૨ને જાણવું એ વ્યવહાર છે.
સર્વને એટલે સ્વ અને પરને (એકલા પ૨ને એમ નહિ) જાણનાર દેખનાર એવો ભગવાન આત્મા પોતે રાગમાં રોકાઈ રહીને પોતાને નહિ જાણતો થકો પ્રત્યક્ષ અજ્ઞાનભાવે પ્રવર્તે છે. જુઓ, આ બંધસ્વરૂપને સિદ્ધ કરે છે. એ શુભભાવ અને શુભભાવમાં રોકાઈ રહેવું એ બંધસ્વરૂપ છે, અજ્ઞાનસ્વરૂપ છે. તે જે રાગમાં વર્તે છે તે પ્રત્યક્ષ અજ્ઞાનભાવરૂપ દશા છે. રાગમાં જાણવાની શક્તિ ક્યાં છે? શુભરાગ હો તોપણ તે પોતાને કે આત્માને જાણતો નથી. રાગ તો સર્વ અચેતન, અજ્ઞાનમય જ છે. (૬–૧૬૧ )
(૮૭૬ )
અહાહા...! કેવળ એકલો જ્ઞાનસ્વરૂપ, પ્રજ્ઞાબ્રહ્મ, જ્ઞાનની મૂર્તિ એકલો જ્ઞાનનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com