________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨
અધ્યાત્મ વૈભવ સમકિત પ્રગટ થયું છે છતાં હોય છે તે, તથા અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્ત્રવધૂત પ્રત્યયો છે, પણ તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી તેને માટીના ઢેફાં સમાન છે. જેમ માટીનાં ઢેફાં અજીવ છે, શય છે, તેમ એ પ્રત્યયો પણ અજીવ અને જ્ઞય છે. જેમ માટીનાં ઢેફાં પુદ્ગલસ્કંધો છે તેમ એ પ્રત્યયો પણ તેવો જ સ્કંધો છે.
(૬-ર૬૦). (cco) - મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના પરિમાણુઓ જેઓ જડ અચેતન છે તે માત્ર કાર્પણ શરીર સાથે બંધાયેલા છે, જીવ સાથે નહિ. મિથ્યાત્વાદિ જડ પ્રત્યયોને આત્મા સાથે સંબંધ નથી. વળી પર્યાયમાં દ્રવ્ય કર્મ સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેને જ્ઞાનીએ તોડી નાખ્યો છે, એટલે દ્રવ્યકર્મને પુદગલ કાર્પણ શરીર સાથે જ સંબંધ છે. સદાય ચૈતન્ય ઘનસ્વરૂપ ભગવાન આત્માને તો દ્રવ્યકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ; અને આવા આત્માની જેને દૃષ્ટિ થઈ છે એવા જ્ઞાનીએ પર્યાયમાં જે નિમિત્તપણાનો સંબંધ છે તે તોડી નાખ્યો છે. તેથી સમકિતીને મિથ્યાત્વ પ્રકૃતિ કદાચ સત્તામાં હોય તોપણ તે પ્રકૃતિના પરમાણુને કાર્પણ શરીર સાથે સંબંધ છે, જીવ સાથે નહિ. જ્ઞાનીને દ્રવ્યાસવો સાથે સંબંધ છે જ નહિ.
(૬-ર૬૧) (૮૮૧) ભાઈ ! અભિપ્રાય અને અભિપ્રાયના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો, પણ પરિણમનમાં જઘન્યતા છે તેની અપેક્ષાએ તેને અલ્પ રાગાંશ વિદ્યમાન છે અને એટલું બંધન છે એમ કહ્યું. ગણધરદેવને પણ જે રાગ બાકી છે તે બંધનું જ કારણ છે, તીર્થકરને પણ જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી રાગ છે અને તે રાગ તેમને પણ અવશ્ય બંધનું કારણ છે. ભાઈ ! વીતરાગી વાણીમાં જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.
તીર્થકર હો કે ગણધર હો, ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી રાગ જરૂર આવે છે. સાધકદશામાં જેટલો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તેટલી જ્ઞાનધારા છે, મુક્તિમાર્ગ છે અને જેટલો રાગ છે તે કર્મધારા છે, જરૂર બંધનું કારણ છે.
જ્ઞાનીને પણ રાગ બંધનું જ કારણ છે. શુભરાગથી કલ્યાણ થશે, પરંપરા મુક્તિ થશેએવી માન્યતાનો અહીં નિષેધ કરે છે. બંધનું કારણ તે વળી મોક્ષનું કારણ થાય ? (ન થાય). જે શુભરાગને મુક્તિનું કારણ માને છે તેની શ્રદ્ધામાં બહુ ફેર છે; ને જીવો મિથ્યાદષ્ટિ છે, જૈન નહીં. તેઓ અનંત સંસારી છે.
(૬-૨૭ર) (૮૮૨) રાગની ક્રિયામાં ધર્મ માને તેને તો મિથ્યાત્વનો બંધ થાય છે. ભગવાન આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com