________________
બંધ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૯
( ૮૬૯ )
જુઓ, ઉદય આવ્યો માટે મિથ્યાત્વાદિરૂપ જીવ પરિણમે છે એમ નથી. મિથ્યાત્વાદિના ભાવ પણ જીવ સ્વતંત્રપણે કરે છે અને ત્યારે નવાં કર્મ પણ સ્વતંત્રપણે બંધાય છે. જૂનાં કર્મનો ઉદય પણ સ્વતંત્ર છે. ઉદયકાળે જો જીવ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દષ્ટિ કરે તો આવેલો ઉદય છૂટી જાય છે, નવા બંધનમાં તુ થતો નથી.
આત્મા શુદ્ધ-પવિત્ર જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ છે. અહાહા...! રાગરહિત વીતરાગસ્વભાવી નિર્વિકલ્પસ્વરૂપ નિજ આત્મા છે. આવા આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો જે અનુભવ કરે તે જ્ઞાનીને જૂનાં કર્મનો ઉદય નવાં કર્મના બંધનું કારણ થતો નથી. પરંતુ જૂનાં કર્મના ઉદયમાં જોડાઈને મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવ જે જીવ કરે છે તેને જૂનાં કર્મનો ઉદય, નવા કર્મબંધનું કારણ થાય છે. (૫-૨૬૦)
(૮૭૦)
શું કહે છે! પુણ્ય-પાપના પરિણામ જેઓ બંધનના હેતુ છે તે એક જ પ્રકારના છે. બંધનમાં શુભપરિણામ નિમિત્ત હો કે અશુભપરિણામ નિમિત્ત હો-બેય એક જ પ્રકારના અજ્ઞાનમય અને અશુદ્ધ છે. તારો ( -અજ્ઞાનીનો ) જે એમ મત છે કે શુભપરિણામ પુણ્યબંધમાં નિમિત્ત છે અને અશુભપરિણામ પાપબંધમાં નિમિત્ત છે તેથી બે પરિણામમાં ફેર છે એ યથાર્થ નથી. અહીં કહે છે કે બેમાં ફરક નથી કેમકે બન્નેય અજ્ઞાનમય છે, અશુદ્ધરૂપ છે અને બંધના કારણ છે. (૬–૩૨ )
(૮૭૧ )
અહાહા...! એક જ્ઞાયકપણે અંદર વિરાજમાન ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ ત્રિકાળ એક્લો જ્ઞાનાનંદનો સાગર છે. આવા જ્ઞાનાનંદસ્વરૂપની જેને દૃષ્ટિ નથી તે અજ્ઞાની જીવને શુભ કે અશુભરાગરૂપ કરાયેલું કર્મ બંધનું કારણ થાય છે. પરંતુ જ્ઞાતા થઈને જે જાણના૨૫ણે પરિણમે છે તેને તો તે (શુભાશુભ કર્મ) જ્ઞાનનું જ્ઞેય થાય છે. ભગવાન આચાર્યદેવને અહીં એમ સિદ્ધ કરવું છે કે અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અથવા કરવા લાયક કાર્ય માને છે અને તેથી તેને કરેલું શુભાશુભ કર્મ અવશ્ય બાંધે છે; પણ જે માત્ર જાણે છે તેને તે કર્મબંધનું કારણ થતું નથી. (૬-૪૧)
(૮૭૨ )
આત્મા સચ્ચિદાનંસ્વરૂપ ભગવાન સદા વીતરાગસ્વરૂપ જ છે. વીતરાગસ્વરૂપ કહો કે અકષાયસ્વરૂપ કહો તે એક જ છે. ભગવાન આત્મામાં કષાયના વિકલ્પની ગંધ પણ ક્યાં છે! ભગવાન આત્મા તો સદાય અણાસવી છે, અબંધ છે, અનાકુળ છે. અને આ જે પુણ્ય-પાપના ભાવો છે એ તો બન્નેય આસવરૂપ, બંધરૂપ અને આકુળતામય દુઃખરૂપ છે. એ પુણ્ય-પાપના ભાવો મારા છે એમ જે માને તે રાગી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com