________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮
અધ્યાત્મ વૈભવ તે નવા
કર્મના ૫૨માણુ વર્તે છે. તેમાં નિમિત્ત કોણ છે? તો જે વિકારીભાવ થાય કર્મબંધનમાં નિમિત્ત છે. પણ ચૈતન્યરત્નાકર જ્ઞાતાદ્રષ્ટા અને આનંદના સ્વભાવથી ભરેલો ચિદાનંદ પ્રભુ આત્મા વિકારથી શૂન્ય છે. તેથી જ્ઞાયમૂર્તિ પ્રભુ આત્મા નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો ચૈતન્યમહાસાગર છે. તેમાં દયા, દાન આદિ વિકારના વિકલ્પ નથી તો તે નવા કર્મબંધનમાં નિમિત્તભૂત કેમ થાય? આત્મા સ્વભાવથી કર્મબંધનમાં નિમિત્ત છે જ નહિ. (૫-૧૬૦ )
(૮૬૮ )
કહે છે કે જૂનાં કર્મનો ઉદય-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ છે. પરંતુ કોને? જે અજ્ઞાનભાવે, મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમે તેને. જ્ઞાનીને પૂર્વકર્મનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ થતો નથી કેમકે તે સ્વામીપણે ઉદયમાં જોડાતા નથી અને તેથી તેને જૂનાં કર્મ છે તે ખરી જાય છે, નવો બંધ થતો નથી. કળશ ટીકામાં પણ કહ્યું છે કે ઉદયમાત્ર બંધનું કારણ નથી. ઉદયમાત્રથી જો બંધ થાય તો કદી મોક્ષ થઈ શકે નહિ.
અહીં એક સમયમાં ત્રણ વાત છે
૧. દર્શનમોહ આદિ કર્મનો ઉદય,
૨. તે જ સમયે નવાં કર્મનો બંધ,
૩. અને તે જ સમયે અજ્ઞાની જીવ સ્વયં મિથ્યાત્વાદિ ભાવરૂપે પરિણમે છે તે.
અજ્ઞાનીને જૂનાં કર્મનો ઉદય છે તે નવા બંધમાં નિમિત્ત કહેવામાં આવે છે અને જે મિથ્યાત્વના ભાવ ન કરે તેને તે સમયે જૂનાં કર્મનો ઉદય (બંધ કર્યા વિના) ખરી જાય છે. આવી વાત છે અટપટી.
જુઓ, પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયકાળે જે નવાં કર્મ બંધાય છે તે સ્વયમેવ પરિણમે છે. નવાં કર્મ પરિણમે તે સ્વતંત્રપણે પરિણમે છે. જૂનાં કર્મનો ઉદય તેને પરિણમાવે છે એમ નથી. બધું જ સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે છે.
૧. પૂર્વકર્મનો ઉદય આવે છે તે સ્વતંત્ર.
૨. ઉદયકાળે નવાં કર્મ બંધાય તે પણ સ્વતંત્ર, અને
૩. જીવ મિથ્યાશ્રદ્ધારૂપ મિથ્યાત્વના ભાવ પોતામાં કરે છે તે પણ સ્વતંત્ર.
રાગ મારી ચીજ છે, મારું કર્તવ્ય-કાર્ય છે, એવા મિથ્યાદષ્ટિના (મિથ્યાશ્રદ્ધાનરૂપ ) ભાવ નવાકર્મબંધનમાં નિમિત્ત થાય ત્યારે જૂના કર્મને નવા કર્મબંધનું નિમિત્ત કહેવામાં આવે છે.
ઝીણી વાત છે ભાઈ! જૂના કર્મ પણ સ્વતંત્ર, નવો બંધ થાય તે પણ સ્વતંત્ર અને વચ્ચે જીવ રાગ-દ્વેષ અને અજ્ઞાનપણે પરિણમે તે પણ સ્વતંત્ર. (૫-૨૫૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com