________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧. આસવ
')
a
(૮૩ર) હવે કહે છે-આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ અને આસ્રવ છે. પુણ્યપાપના ભાવપણે થવા લાયક જીવની પર્યાય એ ભાવ-આસ્રવ અને તેમાં કર્મનું જે નિમિત્ત તે દ્રવ્ય-આસ્રવ. એ દ્રવ્ય-આસવને અહીં કરનાર કહ્યો છે. નવાં કર્મ આવે તે દ્રવ્ય-આસ્રવ એ વાત અહીં નથી. આ તો પૂર્વનાં જૂનાં કર્મ જે નિમિત્ત થાય તેને દ્રવ્ય-આસ્રવ કહ્યો છે. એ બન્ને આસ્રવ છે-એક ભાવ-આસ્રવ અને બીજો દ્રવ્ય-આસ્રવ.
(૧-૧૯૬) (૮૩૩) આસવની વાત કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો એટલે કે આગ્નવો-તે બધાય જીવને નથી. અહીં કષાયમાં પ્રમાદ ગર્ભિત થઈ જાય છે. અહીં મલિન પર્યાયને-ભાવાગ્નવને પુદગલના પરિણામમય કહ્યા છે, કારણ કે પોતે જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો આશ્રય કરે છે ત્યાં આસ્રવના પરિણામ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. મિથ્યાત્વ તો ત્યારે ન જ હોય પણ અન્ય આસ્રવો પણ ભિન્ન રહી જાય છે. આ જડ મિથ્યાત્વાદિની વાત નથી. આ તો જે મલિન પરિણામરૂપ આસ્રવો-મિથ્યાત્વભાવ, અવિરતિભાવ, છઠ્ઠી ગુણસ્થાનનો પ્રમાદ કષાયભાવ, છઠ્ઠા અને યોગ છે તે જીવના પરિણામ નથી કેમકે તે અનુભૂતિથી ભિન્ન છે. જે તે ચૈતન્યસ્વરૂપ જીવના પરિણામ હોય તો સદાય ચૈતન્યની સાથે રહે. પણ એમ નથી કેમકે ચૈતન્યના અનુભવથી તેઓ ભિન્ન રહી જાય છે.
(૩-૯૯) (૮૩૪) ભગવાન આત્મા અતિનિર્મળ ચિદાનંદસ્વરૂપ છે અને આગ્નવો મેલા દુખ:રૂપ છે એમ બે વચ્ચેનો તફાવત-સ્વભાવભેદ જે વખતે જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી તે નિવૃત્ત થાય છે એટલે કે પુણ્ય-પાપના ભાવ મારા છે એવા અભિપ્રાયથી નિવૃત્ત થઈ જાય છે. જુઓ ! ધર્મસભામાં ગણધરો અને એકાવતારી ઇન્દ્રો જે વાત સાંભળતા હતા તે આ અલૌકિક વાત છે. બાપુ! મુનિવરોની વાણી એ તો સર્વજ્ઞની વાણી છે. કહે છે-જે વખતે રાગથી ભિન્ન અંદર ચિદાનંદ ભગવાન જાણ્યો તે જ વખતે રાગથી–આસ્રવથી નિવૃત્ત થઈ ગયો. રાગભાવ અને સ્વભાવભાવનું ભેદજ્ઞાન થતાં જ રાગમાંથી દષ્ટિ ખસી જાય છે, નિવૃત્ત થાય છે...
જુઓ અશુભભાવથી તો ઠીક પણ શુભભાવથી આત્મા ભિન્ન છે એ વાત અજ્ઞાનીને ખટકે છે. પણ અહીં કહે છે કે શુભભાવ અને આત્મા–બે ભિન્ન છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com