________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪
અધ્યાત્મ વૈભવ જોડાણ કરે તે પ્રકારે દ્રવ્યાસવો બંધનું કારણ થાય છે, જીવને ભાવાગ્નવો જે પ્રકારે થાય છે તે પ્રકારે દ્રવ્યાન્નવો નવીન બંધનાં કારણે થાય છે. જીવ ભવાવ ન કરે તો નવો બંધ થતો નથી. જે કર્મનો ઉદય આવે ત્યારે આસ્રવ અને બંધ થાય જ ( વિકાર કરવો જ પડે) એવો નિયમ હોત તો-કર્મનો ઉદય તો સદાય છે અને તો પછી બંધ પણ સદાય થયા જ કરે; પણ એમ છે નહિ. પોતે એમાં જોડાઈને આસ્રવ કરે તો નવીન બંધ થાય છે, ન કરે તો કર્મ છૂટી-ઝરી જાય છે.
(૬–૨૯૯) (૮૫૬). જ્યાં સુધી શુભભાવનો આદર હતો ત્યાંસુધી મિથ્યાત્વ હતું. સ્વભાવનો આદર કરતાં જ આસ્રવ તિરસ્કૃત થયો. પોતે પોતામાં ગયો ત્યાં આસ્રવ છૂટી ગયો. બાપુ! અનાદિથી તું રાગને પડખે ચઢીને જન્મ-મરણના ચક્રાવામાં હેરાન થઈને મરી ગયો. અહીં જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનના પડખે જે ચડયા તે કહે છે-અમે ચડ્યા તે ચડયા, હવે અમે પાછા પડવાના નથી.
(૬-૩૬૭) ( ૮૫૭) શુદ્ધ આત્માના પ્રદેશો અને આપના પ્રદેશો તદ્દન ભિન્ન ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશો, પણ જેટલા અંશમાં આસ્રવ ઊઠે છે તે પ્રદેશોને ભિન્ન કહ્યા છે. જેમ આ આત્મા બીજા આત્માનો નથી, જેમ આત્મા શરીરમાં નથી અને શરીર આત્મામાં નથી તેમ, અહીં કહે છે જે દયા, દાન, વ્રત આદિના વિકલ્પ ઊઠે છે તે રાગ છે અને તેનું ક્ષેત્ર-પ્રદેશો ભિન્ન છે અને આત્માના પ્રદેશો ભિન્ન છે. બે વસ્તુ જ ભિન્ન છે કેમકે બન્નેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે.
આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે, પણ જેટલા અંશમાંથી વિકાર ઊઠે છે તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. આ આસ્રવના અને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી તેમને (બે) એક સત્તાની અનુપપત્તિ છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે-દ્રવ્ય એ પર્યાય નહિ અને પર્યાય એ દ્રવ્ય નહિ. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો (અંશો) પણ (ધ્રુવ આત્માથી) જુદા છે પણ અહીં એની વાત નથી, અહીં મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આસ્રવ થાય છે અને જેટલા અંશમાં સંવર-નિર્મળતા થાય છે એ બેના (આસ્રવ અને સંવરના) પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. ગજબ વાત છે ભાઈ ! આ માથાના વાળ નથી હોતા? એમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય છે; વાળ એક અને છેડા બે એમાં બે છેડા ભિન્ન ન પડ, બે ફણગા હોય છતાં ચીરી ન શકાય. અહીં ( જ્ઞાનમાં ) ચિરાય છે એની વાત છે અલૌકિક વાત છે ભાઈ ! દિગંબર સંતો સિવાય આવી વાત બીજે ક્યાંય છે નહિ. અહા ! દિગંબર સંતો તો કેવળીના કડાયતીઓ છે.
(૬-૩૭૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com