________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્રવ
૩૧૩
આવે, પણ મિથ્યાત્વ અને તત્સંબંધી રાગદ્વેષરૂપ ભાવાગ્નવો નથી તો જૂનાં કર્મ નવા બંધનું કારણ થતાં નથી. આગળ આ વાત આવી ગઈ કે જડકર્મ છે તે ખરેખર આસ્રવો છે અને નવા બંધનનું કારણ છે; પણ કોને? મિથ્યાત્વ અને રાગ-દ્વેષપણે પરિણમે તેને. મિથ્યાત્વ અને રાગદ્વેષ ન કરે તો તે કર્મનો ઉદય નવાં કર્મના આસ્રવણનું કારણ નથી. તેથી આ અપેક્ષાએ પણ જ્ઞાનીને દ્રવ્યાખ્રવનો અભાવ છે.
એક તો દ્રવ્યાસ્રવ પુદ્ગલ છે માટે સંબંધ નથી; અને બીજું જ્ઞાનીને ભાવાન્સવનો અભાવ છે એટલે દ્રવ્યાગ્નવો બંધનું કારણ નહિ થતા હોવાથી જ્ઞાનીને દ્રવ્યકર્મ નથી. આ પ્રમાણે જ્ઞાનીને દ્રવ્યાન્સવનો અભાવ જ છે.
(૬-ર૬ર) (૮૫૪) ભગવાન આત્મા સ્વભાવથી જુઓ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમ પવિત્ર સદા વીતરાગસ્વભાવી છે; પણ એની પર્યાયમાં જે વિકાર થાય છે તે ભાવસૂવ છે. તેમાં દ્રવ્યાગ્નવ એટલે જડ કર્મનો ઉદય નિમિત્ત હોય છે. જડકર્મનો ઉદય તે નિમિત્ત અને પોતાની અવસ્થામાં જે વિકાર થાય છે તે નૈમિત્તિક છે. પ્રગટ જે કર્મ સત્તામાં હતાં તે પ્રગટ થાય તેને (કર્મનો) ઉદય કહે છે. ત્યાં પોતાની પર્યાયમાં નૈમિત્તિક જે વિકાર તેનું અશુદ્ધ ઉપાદાન તેના પોતાથી જ છે, નિમિત્તથી નહિ. રાગદ્વેષ, મોહ આદિ આગ્નવભાવો પોતપોતાના કાળમાં પોતાથી થવાવાળા હોય તે થાય છે. જૂના કર્મનો ઉદય નિમિત્તપણે ભલે હો, પણ નિમિત્તથી તે વિકારી પર્યાય થાય છે એમ નથી. નિમિત્તનો નિમિત્તપણે નિષેધ નથી, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એ વાતનો નિષેધ છે.
(૬-૨૯૮) (૮૫૫) દ્રવ્યાગ્નવોના ઉદય વિના એટલે દ્રવ્યાગ્નવોના ઉદયમાં જોડાયા વિના જીવને આસ્રવભાવ થઈ શકે નહિ. ઉદયમાં જેટલું જીવ સ્વતંત્રપણે જોડાણ કરે છે તેટલો ભાવાસ્રવ થાય છે. કેટલાક લોકો આશયને સમજતા નથી એટલે કહે છે કે આ તો તમારા ઘરની વાત છે. પરંતુ ભાઈ ! એમ નથી, બાપુ! એનો આશય જ આ છે. દ્રવ્યાન્સવોના ઉદય વિના એટલે ઉદયથી ભાવાઝૂવો થાય એમ નહિ, પણ ઉદયકાળે જીવ ઉદયમાં જોડાય છે, જીવનું લક્ષ નિમિત્ત ઉપર જાય છે ત્યારે વિકાર-ભાવાગ્નવો ઉત્પન્ન થાય છે. નિમિત્ત વિના ન થાય એનો અર્થ નિમિત્તથી થાય એમ નથી. ( નિમિત્ત વિના ન થાય-એ તો માત્ર નિમિત્તની ઉપસ્થિતિ સૂચવે
દ્રાસવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાગ્નવ થાય તે પ્રકારે દ્રવ્યાસૂવો નવીન બંધના કારણે થાય છે; ઉદયના પ્રમાણમાં થાય એમ નહિ. બીજી રીતે કહીએ તો જીવ જે પ્રકારે પોતાના ઉપયોગનું ઉદયમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com