________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્રવ
૩૧૧
જેની આણ વર્તે છે એવો હું સમરાંગણનો મહાન યોદ્ધો છું. એમ આસ્રવને ખૂબ મદ ચઢી ગયો છે. અહીં કહે છે-આવા એ આસ્રવને, દુર્જય એટલે જેને જીતવો કઠણ છે એવો આ જ્ઞાન–બાણાવળી જીતે છે.
ભગવાન આત્મા ચિદાનંદમય શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. એમાં એકાગ્ર થઈ જેણે અંતરમાં જ્ઞાન પ્રગટ કર્યું તે જ્ઞાનરૂપી દુર્જય બાણાવળી છે. પુણ્ય-પાપરહિત ભગવાન આત્માનું જ્ઞાન કર્યું એ મહાન બાણાવળી છે. ક્રમે ક્રમે તે આસ્રવને પછાડે છે, જીતે છે, અને સંવરને પ્રગટ કરે છે. આહાહા....! શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપની દષ્ટિતા પ્રહાર વડે એકાગ્રતાનું વેધક બાણ છોડી તે આસ્રવને જીતી લે છે.
(૬-૨૨૨)
(૮૪૮)
પદ્રવ્યના અવલંબનથી થતી દશા તે આસ્રવ છે. તેને સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલો જ્ઞાન-બાણાવળી જીતી જ લે છે. પરના અવલંબને થતા પરિણામને સ્વના અવલંબને થતું પરિણામ (-જ્ઞાન) જીતી લે છે. આ એક જ આસ્રવને જીતવાનો હઠાવવાનો પ્રકાર છે.
અહાહા....! સ્વ એટલે આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ છે. એના અતીન્દ્રિય આનંદરસના સ્વાદ આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસનો પણ સડેલાં મીંદડાં જેવાં તુચ્છ ભાસે છે. અહીં ! જેમાં દુનિયા-મૂઢ જીવો મઝા માને છે તે વિષયો જ્ઞાનીને ફીકા વિરસ અને ઝેર જેવા લાગે છે. આવા જ્ઞાન-આનંદ જેને પ્રગટ થયાં છે તે જ્ઞાન–બાણાવળી છે અને તે આસવને જીતી લે છે. અહીં જ્ઞાન એટલે શાસ્ત્ર-જ્ઞાન કે બીજા જાણપણાની વાત નથી. આ તો નિર્વિકાર
સંવેદનપૂર્વક પ્રગટ થયેલા સમ્યજ્ઞાનની વાત છે. પુણ્ય-પાપના ભાવથી રહિત એક જ્ઞાયકભાવનો આશ્રય લઈને જે જ્ઞાનધારા, સમકિતધારા, આનંધારા, સંવેદનધારા પ્રગટ થઈ તે જ્ઞાનરૂપી બાણાવળી આમ્રવને જીતી લે છે અને આ ધર્મ છે. (૬-૨૨૩)
(૮૪૯) ભલભલા અગિયાર અંગના પાઠીઓને પણ મેં પછાડ્યા છે એમ ગર્વથી ઉન્મત્ત થયેલો આસ્રવ સમરાંગણમાં આવી ઊભો છે. પરંતુ પોતાના સ્વરૂપનું જેને સંચેતન છે એવો જ્ઞાનયોદ્ધો એનાથી મહાબળવાન છે. તે સ્વરૂપનો આશ્રય કરીને આસ્રવને જીતી લે છે, આસ્રવને મિટાવી દે છે. અહાહા...! પોતાના અનંતબળસ્વરૂપ ભગવાનને જેણે જાણ્યો તે જ્ઞાન, પર્યાયમાં મહા બળવાત યોદ્ધો થયો. વસ્તુ તો વસ્તુ સદા અનંત વીર્યસંપન્ન છે જ, આ તો એના આશ્રયે પર્યાયમાં મહા બળવાન યોદ્ધો થયો એની વાત છે. સ્વરૂપના આશ્રયે જ્ઞાન એવો બળવાન યોદ્ધો થયો કે તે આસ્રવને જીતી લે છે અને અંતર્મુહૂર્તમાં સમસ્ત કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે, સર્વોત્કૃષ્ટ પદને ઉપજાવે છે. જે પર્યાય રાગમાં ઢળતી હતી તેને અંતરમાં વાળી જ્ઞાનસ્વરૂપમાં મગ્ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com