________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦
અધ્યાત્મ વૈભવ
(૮૪૫ ) શ્રી કુંદકુંદાચાર્યદેવની બાર અનુપ્રેક્ષામાં આવે છે કે કર્મના આસ્રવનું નિમિત્ત) કારણ એવો જે વિકારીભાવ તેના કારણે આત્મા સંસારમાં ડૂબે છે. શુભભાવથી પણ જીવ સંસારસાગરમાં ડૂબી જાય છે. દયા, દાન આદિ પુણ્યના ભાવ છે તે આસ્રવ છે અને તે મોક્ષનું કારણ નથી. સમ્યગ્દર્શન વિના અજ્ઞાનીની જેટલી બાહ્ય ક્રિયા છે તે સઘળી સંસારમાં રખડવાની ક્રિયા છે. આગ્નવભાવ તો નિંદનીય જ છે, અનર્થનુ કારણ છે.
પ્રશ્ન:-- જિનવાણીમાં વ્યવહારને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને?
ઉત્તર- - હા, પણ કોને ? જેણે રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો છે એના મંદરાગના પરિણામને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. જેને અનુભવમાં જ્ઞાન અને આનંદની દશા પ્રગટી છે તેના શુભભાવમાં અશુભ ટળ્યો છે અને હવે પછી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વનો ઉગ્ર આશ્રય લઈને શુભને પણ ટાળી મોક્ષપદ પામશે તેથી તેના શુભ રાગને પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. ખરેખર તો રાગ મિથ્યાદષ્ટિને કે સમ્યગ્દષ્ટિને મોક્ષનું કારણ છે જ નહિ.
(૪-૧૬૪)
(૮૪૬). ૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો એટલે આગ્નવો
૨. તેર ગુણસ્થાનો તે વિશેષ પ્રત્યયો છે; તે પણ આસ્રવો છે. ૩. નવા કર્મબંધનના તેઓ કારણ છે; આત્મા બંધનું કારણ નથી. ભગવાન આત્મા
ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. રાગદ્વેષના ભાવ અને ગુણસ્થાનાદિમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવનો અભાવ છે અને શદ્ધ જ્ઞાયકમાં તેમનો અભાવ છે.
તેથી ગુણસ્થાનોને અચેતન કહ્યા છે...
આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એમાં દયા, દાન, વ્રત, ભક્તિ અને વિષય-કષાયના ભાવ નથી. એ બધા ભાવ તો આસ્રવ છે અને તે અચેતન છે. તે ભાવ નવા કર્મબંધનનું કારણ છે.
(૫-૧૯0)
(૮૪૭)
આ સમયસાર નાટક છે ને? એમાં આગ્નવરૂપી મહામદથી ભરેલો યોદ્ધો છે તેને ભારે અભિમાન ચઢી ગયું છે. એમ કે મેં મોટા મોટા મહાવ્રતના ધરનારા અને ૨૮ મૂલગુણના પાળનારા એવા દિગંબર સાધુઓને (દ્રવ્યલિંગીઓને) પણ પછાડ્યા છે. પંચમહાવ્રતના શુભ પરિણામથી લાભ થાય એવી માન્યતા કરાવીને મેં મહંતોને પણ મિથ્યાત્વના કૂવામાં ઉતારી દીધા છે. તો તારી તો શું વિસાત? આખા જગત પર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com