________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪
અધ્યાત્મ વૈભવ વ્યાપીને તેને ગ્રહે છે, પહોંચે છે. તે કાળનું તે પુલનું વ્યાપ્ય છે, આત્માનું નહિ. પુદગલકર્મ તે-રૂપે પરિણમતું, તે -રૂપે ઊપજતું થયું તે સુખદુઃખાદિ પુદ્ગલકર્મફળને કરે છે. (૪-૧૩૭ )
(૮૨૮). ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવી ચૈતન્યબિંબ પ્રભુ છે. અને પુણ્ય-પાપના ભાવ, મિથ્યાત્વના ભાવ અચેતન જડ છે. શુભાશુભભાવ છે તે મલિન આગ્નવભાવ છે. તે વિપરીતસ્વભાવવાળા અચેતન જડ છે. તે શુભાશુભભાવપણે આત્માનું પરિણમવું અશક્ય છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે-જ્ઞાયક આત્મા શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી. જો શુભાશુભભાવરૂપે પરિણમે તો પોતે જડ થઈ જાય; કેમકે શુભાશુભભાવ અચેતન જડ છે. જે રાગ છે તે પોતાને જાણે નહિ, પરને જાણે નહિ અને સમીપવર્તી આત્માને પણ જાણે નહિ. રાગ બીજા દ્વારા જણાય છે. તેથી રાગને અચેતન જડ કહ્યો છે. તેથી આત્મા જે જ્ઞાયકભાવરૂપ છે તે રાગદ્વેષના અચેતનભાવપણે કેમ થાય?
(૫–૧૯).
(૮૨૯)
રાગ છે તે જડમાં-અજીવમાં જાય છે. દેગ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ કે પંચમહાવ્રતાદિના પરિણામ એ બધા જડમાં જાય છે. આત્માના આધારમાં એ જડ છે નહિ; તેમ આત્માના આધારે એ જડ થાય છે એમ પણ નહિ. ભાઈ ! વ્યવહારરત્નત્રયના વિકલ્પ આત્માના આધારે થાય છે એમ નથી, તેમ રાગના આધારે આત્મા જણાય છે એમ પણ નથી. જેમ જડ પુદગલ અને આત્મા જુદા છે એમ આસ્રવ અને આત્મા જુદા છે. સાત તત્ત્વમાં ભગવાને આસ્રવતત્ત્વ અને જીવતત્ત્વ ભિન્ન ભિન્ન કહ્યાં છે. માટે જેને ભેદજ્ઞાન કરવું હોય તેણે રાગનો આશ્રય છોડીને જ્ઞાયકસ્વભાવનો આશ્રય લેવો જોઈએ.
(૬-૩૭૦) (૮૩૦) જુઓ, શુભાશુભ રાગ અને હરખશોકના પરિણામ બધા પુલના પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થા અચેતન છે તેમ રાગદ્વેષ અને સુખદુ:ખની અવસ્થા પણ અચેતન છે. એ રાગદ્વેષ આદિ અવસ્થા પુદ્ગલજન્ય છે. તે અનુભવ કરાવવામાં સમર્થ છે એટલે કે તે અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત છે. જેવા રાગ-દ્વેષ અને જેવી સુખ-દુ:ખની કલ્પના છે એવું જ્ઞાન થાય છે. જ્ઞાનનો સ્વભાવ છે કે જેમ હોય તેમ જાણે. દયાદાનનો વિકલ્પ છે તે કર્મચેતના છે, અને હરખશોકના પરિણામ છે તે કર્મફળ ચેતના છે. અહીં કહે છે કે એ કર્મચેતના અને કર્મફળચેતના પુદગલના પરિણામ છે, અચેતન છે, તે પુદગલપરિણામ પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. બે વાત કરી છે, એક બાજુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા અને બીજી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com