________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવ
૩૦૫
બાજુ પુદ્ગલ. દયા, દાન અને પંચમહાવ્રતના પરિણામ તે પુદ્ગલપરિણામ છે, કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. અહીં તો રાગથી ભેદજ્ઞાન કરાવ્યું છે.
જ્ઞાનમય આત્મા છે તે રાગમય નથી, કેમકે રાગ અચેતન છે. રાગ થાય છે ચેતનની પર્યાયમાં, પણ નિમિત્તની ઉપાધિપૂર્વક રાગ થાય છે તે અપેક્ષાથી રાગને પુગલ કહ્યો છે. ભગવાન આત્મામાં રાગ નથી અને આત્માના સ્વભાવના લક્ષે રાગ ઉત્પન્ન થતો નથી. આત્મામાંથી તો જ્ઞાન અને આનંદની ઉત્પત્તિ થાય તેવી એની શક્તિ છે. તેથી રાગને પુદ્ગલપરિણામ કહ્યા છે.
(પ-૨૭) (૮૩૧) -શાસ્ત્રમાં વિકારને પુગલજન્ય કહ્યો છે. કળશ ૩૬ માં “ભાવા: પૌરાતિoT: ગમી- એમ કહ્યું છે.
હા, કહ્યું છે. ત્યાં તો વિકાર ઔપાધિકભાવ છે, પુદગલકર્મના નિમિત્તના સંગે ઉત્પન્ન થાય છે અને નિજ ચિદાનંદ સ્વભાવના સંગમાં રહેતાં તે નીકળી જાય છે તો સ્વભાવદષ્ટિની અપેક્ષાએ તેને પુગલજન્ય કહ્યો છે. જીવને રાગ થાય છે તે ખરેખર કાંઈ પુદ્ગલકર્મ ઉત્પન્ન કરે છે એમ નથી, પણ જીવ જ્યારે પુદ્ગલકર્મના નિમિત્તને આધીન થઈ પરિણમે છે ત્યારે રાગ ઉત્પન્ન થાય છે, અને સ્વદ્રવ્યને આધીન રહી પરિણમતાં રાગ નીકળી જાય છે (ઉત્પન્ન થતો નથી, માટે તે રાગાદિ ભાવોને સ્વભાવની મુખ્યતાથી પૌદગલિક કહ્યા છે કેમકે તેઓ સ્વભાવભાવ નથી. ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
અહીં અપેક્ષા બીજી છે. રાગ અજ્ઞાનથી જીવમાં પોતામાં-પોતાની પર્યાયમાં થાય છે માટે તે જીવના-ચેતનના પરિણામ છે, અને જીવ-ચેતન જ તેનો કર્તા છે, જડકર્મ નહિ. જેઓ જડકર્મને ખરેખર રાગનો કર્તા માને છે તેઓ ખરેખર જિનવાણીની વિરાધના કરે છે. સમજાણું કાંઈ ?
(૯-૨૨૬)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com