________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨
અધ્યાત્મ વૈભવ વ્યાસ ભગવાન આત્માનો અનુભવ કરનારને શુભભાવ પોતાથી ભિન્ન જ ભાસે છે અર્થાત્ અનુભૂતિમાં એ શુભભાવ આવતા નથી, ભિન્ન જ રહી જાય છે. માટે શુભભાવ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. થોડામાં પણ ઘણું કહ્યું છે.
(૩-૨૧૦). (૮રર) દષ્ટિનો વિષય ત્રિકાળી અભેદ આત્મા છે. અભેદની દૃષ્ટિમાં અભેદ ચૈતન્યસ્વભાવ જ જણાય છે. પર્યાયમાં રાગાદિ જે છે તે અભેદની દ્રષ્ટિમાં આવતા નથી માટે તેઓ અચેતન જ છે. તથા તે રાગાદિ પુદ્ગલકર્મપૂર્વક જ થાય છે માટે તેઓ પુદગલ જ છે, જીવ નથી. જવમાંથી જવ જ થાય, પણ શું બાજરો થાય? જવ કારણ અને બાજરો કાર્ય એમ શું બને? જવને કારણે શું બાજરો ઊગે ? ( ન જ ઊગે ). જેમ જ કારણ છે તો તેનું કાર્ય પણ જવ જ છે, તેમ પુદ્ગલકર્મપૂર્વક થયેલું વિકારનું કાર્ય પણ પુદ્ગલ જ છે. માટે રાગાદિ પુદ્ગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ થયું- આ પ્રમાણે સ્વભાવથી વિભાવનું ભેદજ્ઞાન કરાવ્યું.
અંત:તત્ત્વ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ છે. અત્યારે જ પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે, હોં. એ પરમાત્મસ્વરૂપનું કાર્ય શું રાગ (શુભભાવ) હોય? ના. રાગ છે તો જીવની પર્યાયમાં અને તે પોતાનો જ અપરાધ છે, પણ તે કાંઈ ચૈતન્યસ્વભાવથી નીપજેલું કાર્ય છે? ના. તે કારણે, દ્રવ્ય-ગુણના આશ્રય વિના પર્યાયમાં સ્વયં અધ્ધરથી ઉત્પન્ન થયેલા રાગને પુગલનું કાર્ય કહ્યું છે. પુદ્ગલકર્મ રાગ કરાવે છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે એમ નથી, પણ કર્મ-નિમિત્તના લક્ષે રાગ થાય છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે. એ રાગાદિ ભાવ સ્વભાવની ઉપર-ઉપર જ રહે છે અને પુદ્ગલકર્મના નિમિત્તના સંબંધે ઉત્પન્ન થાય છે માટે તેઓ નિશ્ચયથી પુદગલના જ છે એમ નિશ્ચિત થાય છે. અરેરે ! આવી વાત સાંભળવાય ફુરસદ લે નહિ તો અનુભવ તો ક્યારે કરે? (૩-૨૧૯)
(૮૨૩) દયા, દાન, વ્રત, આદિના વિકલ્પ અજીવ કેમ છે? કેમકે ચૈતન્યલક્ષણે આત્માને અનુભવતાં, જ્ઞાનના વેદનમાં આનંદનું વેદન જોતાં, રાગનું વેદન આવતું નથી પણ તે ભિન્ન રહી જાય છે. માટે તે દયા, દાન આદિના વિકલ્પ અજીવ છે, જીવથી ભિન્ન છે.. અહા ! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. જ્ઞાનલક્ષણે તેને અનુવતાં અનુભવથી રાગ ભિન્ન રહી જાય છે. તેથી રાગ છે એ તો મડદું-લાશ છે, એમાં ચૈતન્ય નથી. આમ છે તોપણ અજ્ઞાનીને આવું મડદું કેમ નાચી રહ્યું છે? આ ચૈતન્યની સાથે મડદાને કેમ એકમેક કર્યું છે? અરે! જીવતી જ્યોત્ પ્રભુ ચૈતન્યમય આત્માને ભૂલીને આ રાગ સાથે તને એકતાબુદ્ધિ કેમ થઈ છે?
(૩-૨૩૬ ) (૮૨૪) વસ્તુ તો ત્રિકાળ જ્ઞાયકસ્વભાવી જ છે. પરંતુ આ રંગ-રાગાદિ ભાવો, નિગોદથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com