________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવ
૩૦૧
તે ભગવાન જિનસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ નથી. અહાહા...! શું સંતોએ જાહેર કર્યું છે! સર્વજ્ઞદેવે જે કહ્યું છે તે આ પંચમ આરાના શ્રોતાને સંતો કહે છે. ( ૩–૧૫૬)
( ૮૧૯ )
શુભાશુભ રાગનાં ઉત્પત્તિ અને વ્યય પુદ્ગલ સાથે સંબંધ રાખે છે, ભગવાન આત્મા સાથે નહિ. જો તેનો સંબંધ આત્મા સાથે હોય તો રાગાદિનાં ઉત્પાદ-વ્યય ત્રણે-કાળ આત્મામાં થવાં જોઈએ. પણ એમ તો બનતું નથી. માટે તે રાગાદિ આત્માની ચીજ નથી. આ શરીર, મકાન, પૈસા, લક્ષ્મી, આદિ તો ક્યાંય દૂર રહી ગયાં. એ તો પ્રત્યક્ષ પુદ્દગલ-પરવસ્તુ છે. અહીં તો કહે છે કે-જે વડે તીર્થંકર ગોત્ર બંધાય એ સોલહકા૨ણ ભાવનાનો ભાવ પણ રાગ છે અને તે પુદ્દગલની સાથે સંબંધ રાખે છે, અજીવરૂપ છે, અને તેના ફળમાં પણ અજીવ મળે ......... અહીં કહે છે કે રાગ ચાહે તો દયા, દાન, ભક્તિનો હો કે પંચમહાવ્રતનો હો, એનું ઊપજવું અને વ્યય થવું પુદ્દગલની સાથે સંબંધ રાખે છે. પ્રભુ! તારું ચૈતન્યઘર તપાસવા માટે આ વાત કરે છે. તારું ઘર તું જો, એમાં તને રાગાદિનાં ઉત્પત્તિ-વ્યય નહીં જણાય. તને તારો નાથ ચૈતન્યદેવ અતીન્દ્રિય આનંદનાં ઉત્પત્તિ-વ્યય સાથે જણાશે. ( ૩–૧૫૭)
(૮૨૦)
અહાહા ! ગુણસ્થાનોનું પુદ્દગલ સાથે કર્તાકર્મપણું ત્રણ પ્રકારે સિદ્ધ કર્યું છે. ૧. યુક્તિ, ૨. આગમ, ૩. અનુભવથી.
(૧) એક તો એ કે ગુણસ્થાનો પુદ્દગલના વિપાકપૂર્વક થાય છે માટે પુદ્ગલ જ છે, જીવ નથી. તેમાં યુક્તિ બતાવી કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ છે. તેમ પુદ્ગલપૂર્વક થતાં ગુણસ્થાનો પુદ્દગલ જ છે.
(૨) હવે આગમથી સિદ્ધ કરે છે કે ગુણસ્થાનોનું સદાય અચેતનપણું આગમથી સિદ્ધ છે. નિશ્ચયનાં આગમનો-૫૨માગમનો એ સિદ્ધાંત છે કે ગુણસ્થાન અચેતન છે, પુદ્દગલ છે, કેમકે તે મોહ અને યોગથી થયેલાં છે.
(૩) ભેદજ્ઞાનીઓ વડે ચૈતન્યસ્વભાવી આત્માથી ગુણસ્થાનોનું ભિન્નપણું સ્વયં ઉપલભ્યમાન છે. ૪૪મી ગાથામાં પણ આ વાત આવી ગઈ છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદઘન પ્રભુ છે. એનો ભેદજ્ઞાતીઓ ગુણસ્થાન આદિથી ભિન્નપણે અનુભવ કરે છે. એટલે કે ચૈતન્યના અનુભવમાં એ ગુણસ્થાન આદિ ભેદો આવતા નથી, ભિન્ન રહી જાય છે. ( ૩–૨૦૯ )
(૮૨૧)
અહા ! વિશુદ્ધિસ્થાન એટલે કે અસંખ્ય પ્રકારના જે પ્રશસ્ત શુભભાવ છે તે પુદ્દગલના વિપાકપૂર્વક થયા હોવાથી, જવના કારણથી જેમ જવ જ થાય છે તેમ, પુદ્દગલ જ છે. આગમ પણ શુભભાવને પુદગલ જ કહે છે. અને ચૈતન્યસ્વભાવથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com