________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવ
૨૯૯
ચિન્શક્તિથી શૂન્ય આ બધા ભાવો પુદ્ગલના જ છે. પર્યાય આત્મા તરફ ઢળવાને બદલે પુગલ તરફ ઢળી તેથી ઉત્પન્ન થયેલ એ ભાવો પુદ્ગલસંબંધી છે. ક્યાંક એમ આવે કે રાગાદિ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થાય છે, પરને લઈને થતા નથી; તેની પર્યાયમાં ઉત્પન્ન થવાની તે ક્ષણ છે તેથી એ ઉત્પન્ન થયા છે. ત્યાં અશુદ્ધ ઉપાદાનની સ્વતંત્રતા બતાવવાનો હેતુ છે. જ્યારે અહીં એને પુગજન્ય કહ્યા છે તેમાં શુદ્ધ ઉપાદાનમાં એ નથી તથા શુદ્ધ ઉપાદાનના કાર્યભૂત એ નથી એમ બતાવવાનો હેતુ છે.
(૩-૮૫) (૮૧૪). પ્રશ્ન:-- રાગને પુલ પરિણામમય કેમ કહ્યો? શાસ્ત્રમાં તો એમ આવે છે કે જીવને દસમાં ગુણસ્થાન સુધી રાગ હોય છે?
| ઉત્તર- - ભાઈ ! રાગ છે તે વસ્તુદષ્ટિથી જોતાં સ્વભાવભૂત નથી. રાગમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. આત્મા ચિન્માત્ર સ્વરૂપ ભગવાન અનંતશક્તિથી મંડિત મહિમાવત પદાર્થ છે, પણ તેમાં એકેય શક્તિ એવી નથી જે રાગ ઉત્પન્ન કરે, વિકારરૂપે પરિણમે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે પર્યાયનો ધર્મ છે. નિમિત્તને આધીન થઈ પરિણમતાં પર્યાયમાં રાગ થાય છે. (સ્વભાવને આધીન થતાં રાગ થતો નથી). તથા તે સ્વાનુભૂતિથી ભિન્ન પડી જાય છે. માટે અસંખ્યાત પ્રકારે થતો સઘળોય શુભાશુભ રાગ, જીવસ્વભાવરૂપ નહિ હોવાથી તથા અનુભૂતિથી ભિન્ન પડી જતો હોવાથી નિશ્ચયથી પુલ પરિણામમય કહ્યો છે. જોકે અશુદ્ધ નિશ્ચયથી રાગને જીવની પર્યાય કહી છે, પરંતુ અશુદ્ધ નિશ્ચય છે એ જ વ્યવહારનય છે. પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા સિદ્ધાંતમાં અશુદ્ધનિશ્ચયનયથી એટલે કે અસભૂત વ્યવહારનયથી દસમાં ગુણસ્થાન સુધી જીવને રાગ હોય છે એમ કહ્યું છે. વાસ્તવમાં રાગ પરરૂપ અચેતન જડ પુગલ-પરિણામમય છે. રાગ જો જીવનો હોય તો કદીય જીવથી ભિન્ન પડે નહિ.
(૩-૯૮) (૮૧૫) જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી. અસંખ્ય પ્રકારના જે અણગમારૂપ વૈષના ભાવ છે તે બધાય જીવને નથી કારણ કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે તે ષભાવ ભિન્ન રહી જાય છે. દ્વેષભાવમાં ચૈતન્યના જ્ઞાનનો અંશ નથી. તેથી તે જીવથી અન્ય અજીવ પુદગલ-પરિણામમય છે. આ અજીવ અધિકાર ચાલે છે ને? જીવ તો ચૈતન્યમય ચિસ્વરૂપ છે. તેની ચૈતન્યશક્તિનો અંશ વૈષમાં નથી. માટે દ્વેષ સઘળોય અચેતન અજીવ છે કેમકે અનુભૂતિથી તે ભિન્ન છે.
(૩-૯૯ ). (૮૧૬) દ્રવ્ય જે વસ્તુ છે તેની બધી અવસ્થાઓમાં જે વ્યાપે તેને, તે દ્રવ્ય સાથે એકરૂપ સંબંધ કહેવાય છે. તેથી પુગલની સર્વ અવસ્થાઓમાં જે વર્ણાદિભાવો વ્યાપે છે તેને,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com