________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
અધ્યાત્મ વૈભવ પુદગલની સાથે એકરૂપતાનો સંબંધ છે. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલના (કર્મના) નિમિત્તે પડે છે. અહાહા ! આત્મા વસ્તુ ત્રિકાળી ધ્રુવ અભેદ એકરૂપ ચૈતન્યમાત્ર છે. તેને કારણે ભેદ કેમ પડ? માટે પુદ્ગલના નિમિત્તથી જે આ વર્ણથી ગુણસ્થાન પર્યત ભેદ પડે છે તે, આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી પણ પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં વ્યાપે છે. તે કારણે તે બધા પુદગલની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ રાખે છે. અખંડ, અભેદ એક ચિન્માત્રસ્વરૂપ વસ્તુની દષ્ટિએ રંગ-રોગ-જીવસ્થાન-માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં આ બધા ભાવો હોય છે. માટે તેઓને પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ છે.
(૩-૧૫ર) (૮૧૭) અહાહા..આત્મા જે શુદ્ધ ચિકૂપ વસ્તુ છે તેના તરફ ઢળવાના ભાવમાં તો આત્મા અભેદપણે દૃષ્ટિમાં લેવા યોગ્ય છે. જ્યારે આ બધા ભેદ-ભાવો, કે જે પુગલના સંબંધે થાય છે તેની દૃષ્ટિ છોડી દેવા યોગ્ય છે. માટે તો તેઓ આત્માના નથી એમ કહ્યું છે. આ વર્ણથી શરૂ કરીને માર્ગણાસ્થાન-ગુણસ્થાન આદિ જે ભેદો કહ્યા છે તે બધાય પુદગલની સાથે સંબંધવાળા છે. જ્યાં જ્યાં તેઓ છે ત્યાં ત્યાં તેઓને પુદ્ગલની સાથે સંબંધ છે. પરંતુ જ્યાં
જ્યાં ભગવાન આત્મા છે ત્યાં ત્યાં તેઓની સાથે સંબંધ છે નહીં, કારણ કે સંસાર અવસ્થામાં એક સમય પૂરતો પર્યાયમાં સંબંધ છે તો પણ મોક્ષ અવસ્થામાં સર્વથા સંબંધ નથી. તેથી ધર્મીએ એક અભેદસ્વભાવની જ દષ્ટિ કરવી એમ અભિપ્રાય છે. આ જીવ-અજીવ અધિકાર છે. તેથી રંગ, રાગ, પુષ્ય, પાપ, ગુણસ્થાન આદિ સર્વ ભાવોને અહીં અજીવમાં નાખ્યા છે.
(૩-૧૫૩)
(૮૧૮)
દ્રવ્યસ્વભાવનું અહીં વર્ણન છે ને! જીવદ્રવ્યમાં તો ભેદ છે જ નહીં. તેથી ભેદને તથા રાગાદિને અજીવ કહ્યા છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, નવતત્ત્વની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ કે છ કાયના જીવોની રક્ષાનો રાગ એ બધાય, અહીં કહે છે કે પુગલની સાથે ઉત્પન્ન થાય છે અને પુદ્ગલમાં નાશ પામે છે; પોતાની-જીવની સાથે નહીં.
અહાહા ! કેટલું સ્પષ્ટ કર્યું છે ! આવી વાત બીજે ક્યાં છે? ઉત્પાદ-વ્યય, દ્રવ્યસ્વભાવમાંચિન્માત્રવસ્તુમાં તો છે નહીં. તે કારણે આ વર્ણાદિ ભાવોનો આવિર્ભાવ અટલે કે ઉત્પત્તિ અને તિરોભાવ એટલે કે નાશ-વ્યય જે થાય છે તેનું પુદગલની સાથે વ્યાસપણું છે. અને તેથી પુદ્ગલનો વર્ણાદિકની સાથે તાદાત્મય સંબંધ પ્રસિદ્ધ થાય છે. અહાહા ! તે વર્ણાદિક ભાવો પુદ્ગલનો વિસ્તાર છે, પણ ભગવાન ચિદાનંદ પ્રભુનો-આત્માનો તે વિસ્તાર નથી. ભગવાન આત્મા તો ચિદાનંદમય અખંડ એકરૂપ જિનસ્વરૂપી પરમાત્મા છે. આ વર્ણાદિ અને રાગાદિ ભાવો તે એનો વિસ્તાર નથી. રાગાદિની પ્રસિદ્ધિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com