________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ
અને જ્ઞાનને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવ્યું તેથી અવ્યાપ્તિ દોષ દૂર થયો.
આત્માનું લક્ષણ ઉપયોગ છે. તે લક્ષણથી લક્ષ્ય આત્માના જાણી શકાય છે. જુઓ, વ્યવહા૨ રત્નત્રયના રાગથી જાણી શકાય એવો ભગવાન આત્મા નથી; એ તો જ્ઞાનલક્ષણ વડે જ જણાય છે. અહીં ઉપયોગમાં જ્ઞાનની મુખ્યતા લીધી છે. દર્શનની અહીં વાત કરી નથી. કહે છે–જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યમાં નથી. શરીર, મન, વાણી આદિમાં જ્ઞાન નથી. તેમ દેવ ગુરુ આદિમાં પણ આ ( -પોતાનું) જ્ઞાન નથી. તેથી તેમાં જ્ઞાનલક્ષણમાં ) અતિવ્યાપ્તિ દોષ આવતો નથી. વળી જ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપેલું છે. જીવની કોઈ અવસ્થા જ્ઞાનઉપયોગ વિના હોતી નથી. તેથી તેમાં અવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. આ પ્રમાણે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષોથી રહિત જીવનું જ્ઞાનલક્ષણ યથાર્થ છે.
(૧૦–૨૦૨ )
૨૯૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com