________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬
અધ્યાત્મ વૈભવ
ક્યાં? આ પ્રમાણે ભવ્યત્વ-અભવ્યત્વને પણ ભેદરૂપ વ્યવહાર ગણીને અશુદ્ધ પારિણામિભાવ કહ્યા.
આત્માનો સાચો પ્રાણ અને એનું સાચું જીવન તો શુદ્ધ ચેતના છે; એને દશપ્રાણ કહ્યા એ તો વ્યવહારથી છે, પણ તે કાંઈ આત્માનું પરમાર્થ જીવન નથી. તેના વગર પણ આત્મા જીવી શકે છે. જુઓ, સિદ્ધિને પૂર્વે (સંસારદશામાં) દશ પ્રાણ હતા, પણ હમણાં તો તે સર્વથા જ નથી, દ્રવ્ય-ગુણમાં તો પહેલેથી જ ન હતા, હવે પર્યાયમાં પણ તેનો અભાવ થયો. અહો ! ભગવાન સર્વજ્ઞદેવે કહેલું તત્ત્વ પરમ અલૌકિક છે. ભાઈ ! અહા ! દ્રવ્ય-પર્યાયનું ને પાંચ ભાવોનું સ્વરૂપ સમજાવીને મોક્ષનો ઉપાય ને મોક્ષ કેમ સધાય તે આચાર્યદવે બતાવ્યું છે. અહા ! વીતરાગી સંતોનો મહા-મહા ઉપકાર છે.
(૯-૧૧૭) (૮૧૦) આત્મામાં એક અગુરુલઘુ નામનો ગુણ છે, તે ત્રિકાળ છે પણ તેનું વર્તમાન પરિણામ ક્ષણિક છે, તો તે ક્ષણિક પરિણામ દ્વારા, કહે છે, જીવ ક્ષણિક છે અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા જીવ નિત્ય છે. અહાહા..! ચૈતન્ય... ચૈતન્ય.... ચૈતન્ય... એમ ચૈતન્યના સદશ પ્રવાહરૂપ જે અચલિત ચૈતન્ય તેના દ્વારા, કહે છે, જીવ નિત્ય છે. લ્યો, આવી વસ્તુ! કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે ને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો-એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે. એટલે શું? કે પ્રતિસમય પલટતી ને નવી નવી થતી પર્યાયની અપેક્ષાએ જીવ વિનાશ પામે છે અને કેટલીક પર્યાયોથી એટલે અચલિત નિત્ય રહેતા ચૈતન્યની અપેક્ષાએ-નિત્ય ગુણની અપેક્ષાએ જીવ વિનાશ પામતો નથી. આમાં પર્યાય શબ્દ ગુણ સમજવા. ભેદ પડ્યો ને? માટે તેને અહીં પર્યાય કહેલ છે. જીવદ્રવ્ય પોતાના ચૈતન્યગુણથી વિનાશ પામતું નથી, શાશ્વત અવિનાશી છે. આમ પર્યાયસ્વભાવ અને ગુણસ્વભાવ-એમ બે સ્વભાવવાળું દ્રવ્ય છે. તેને પર સાથે કોઈ સંબંધ નથી. (૯-૨૮૯)
(૮૧૧). જુઓ, પોતામાં વ્યાપે અને બીજામાં પણ વ્યાપે તો અતિવ્યાતિ દોષ કહેવાય. જેમકેઅરૂપીપણું જીવનું લક્ષણ કહીએ તો તેમાં અતિવ્યાતિ દોષ આવે, કેમકે અરૂપીપણું જેમ જીવમાં છે તેમ ધર્મ-અધર્મ આદિ બીજાં દ્રવ્યોમાં પણ છે. માટે અરૂપીપણું એ જીવનું વાસ્તવિક લક્ષણ નથી. વળી કેવળજ્ઞાન જીવનું લક્ષણ કહીએ તો તેમાં અવ્યાતિ દોષ આવે, કેમકે કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી. જે લક્ષણ લક્ષ્યના એક ભાગમાં વ્યાપે તેને અવ્યાતિ દોષ કહે છે. કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી, માટે કેવળજ્ઞાન જીવનું લક્ષણ ઘટતું નથી. અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન બતાવ્યું એટલે અતિવ્યાતિ દોષ દૂર થયો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com