________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૫
(૮૦૭) અરે ભાઈ ! તને તારા કાયમી ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ? આહાર-પાણી કે શરીરાદિ જડથી તું જીવવાનું માન તે કાંઈ સાચું જીવન નથી. અહા ! શરીર પોતે જ જડ મૃતક-કલેવર છે તો તે વડે તું કેમ જીવે? ભાઈ ! પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણો વડ ત્રિકાળ જીવે, અને શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે મોક્ષ-સિદ્ધપદને સાધીને સાદી-અનંત પૂરણ આનંદમય જીવ જીવે તે જ જીવનું સાચું જીવન છે.
અહાહા..! ભગવાન કેવળી જે પૂરણ વીતરાગવિજ્ઞાનમય જીવન જીવે છે તે ખરું જીવન છે, સાચું જીવન છે. બાકી અજ્ઞાનપૂર્વક રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે ? એ તો ભયંકર ભાવમરણ છે. આવે છે ને કે
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અરે! રાચી રહો? બાપુ! રાગથી ધર્મ માને અર્થાત્ રાગને જીવન માને તેને તો સાચું જીવન જીવતાં જ નથી આવડતું તેને તો નિરંતર ભાવમરણ જ થયા કરે છે. સમજાણું કાંઈ...
(૯-૧૧૬) ( ૮૦૮) દશપ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ પ્રાણ છે. જડપ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહિ, પણ અહીં કહે છે-પાંચ ઇન્દ્રિયો (ભાવેન્દ્રિયો), મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસ (અંદર જીવની યોગ્યતારૂપ) –એવા દશપ્રાણરૂપ જે અશુદ્ધ જીવત્વ તેનાથી જીવ જીવે છે એમ જે કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે અને તે “અશુદ્ધ પારિણામિકભાવ” છે. વળી ભવ્યત્વઅભવ્યત્યય પણ પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિકભાવ' છે, અહાહા...! ત્રિકાળી ધ્રુવ એક ચૈતન્યસ્વભાવથી ભરેલી શુદ્ધ પરમપારિણામિકભાવસ્વરૂપ જે વસ્તુ તેમાં આ “અશુદ્ધ પારિણામિભાવ' ક્યાં છે?
(૯-૧૧૬) (૮૦૯) અહાહા...! સિદ્ધ ભગવાન છે તે ભવ્ય પણ નથી; અભવ્ય પણ નથી; આ પર્યાયની વાત છે. ભવ્યત્વ એટલે મોક્ષ હોવાને લાયક, મોક્ષ તો થઈ ગયો માટે ભવ્યત્વનો સિદ્ધને અભાવ છે; અને અભવ્યનો મોક્ષ છે જ નહિ.
સંસારી પ્રાણીને શુદ્ધનયથી જોઈએ તો દશભાવપ્રાણ નથી. પાંચ ભાવેન્દ્રિયો, મનવચન-કાયાના નિમિત્તે કંપનદશા, શરીરમાં કહેવાની યોગ્યતારૂપ આયુષ્ય અને શ્વાસોચ્છવાસ થવાની પર્યાયની યોગ્યતાએમ દશ અશુદ્ધ ભાવપ્રાણ બધા સંસારી જીવોને શુદ્ધનયથી નથી. અને સિદ્ધોને તો સર્વથા દશપ્રાણરૂપ જીવત્વ નથી. તેમ જ ભવ્યત્વ-અભવ્યત્વનો પણ સિદ્ધ ભગવાનને અભાવ છે, કેમકે જ્યાં સાક્ષાત્ મોહદશા છે ત્યાં મોક્ષ થવાની લાયકાતરૂપ ભવ્યત્વ ક્યાં રહ્યું? અને અભવિને તો મોક્ષ છે જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com