________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ
૨૯૩
ભિન્ન છે. જ્યારે જીવ બીજા તત્ત્વોથી ભિન્ન છે તો તે કેવો છે? કે એ તો ચૈતન્ય સ્વભાવમય સ્વયં જીવ છે. આ (શુદ્ધ જીવ) સમ્યગ્દર્શનનો વિષય છે. આવો ચૈતન્ય સ્વભાવી જીય જ્યારે સંવેદના જ્ઞાનમાં જણાય ત્યારે રાગાદિ ભાવો વ્યવહારે જાણેલા પ્રયોજનવાન છે-જે વાત બારમી ગાથામાં લીધેલી છે.
આ અતિશયપણે ચકચકાટ પ્રકાશમાન વસ્તુ સ્વયં જીવ છે, જાણે જગતનો સૂર્ય. સ્વયં પ્રકાશે અને બીજી ચીજને પણ “છે” એમ પ્રકાશે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ ઇત્યાદિ “છે' , રાગાદિ “છે” –એમ સર્વને છેપણે આ ભગવાન ચૈતન્યસ્વભાવ જાણે છે. ભગવાન આત્મા જેને જણાયો છે તે જાણે છે કે આ બીજી ચીજ છે. પરંતુ તે અન્ય સર્વને પરશય તરીકે જાણે છે. રાગાદિને પણ પરશેય તરીકે જાણે છે.
(૩-૨૨૬ ) (૮૦૨) આ શાસ્ત્રજ્ઞાન છે ને એ પરશય છે. જે શાસ્ત્રજ્ઞાનમાં જ નિમગ્ન છે તે પરશેય નિમગ્ન છે અને પરય-નિમગ્ન છે તે સ્વજ્ઞયનો (ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માનો) અનાદર કરે છે. ગજબ વાત! એને તો એમ થાય કે હું આવો પંડિત, આટલાં તો હું શાસ્ત્ર જાણું અને એ કાંઈ નહિ! હા ભાઈ, સાંભળ. શાસ્ત્રજ્ઞાનને તો બંધ અધિકારમાં શબ્દજ્ઞાન કહ્યું છે. શબ્દજ્ઞાન એ કાંઈ આત્મજ્ઞાન છે? શબ્દજ્ઞાન કહો કે પરય કહો-એક જ ચીજ છે. જ્ઞાની શાસ્ત્રજ્ઞાનને પણ પરજ્ઞયપણે જાણે છે.
(૩-૨૨૭) (૮૦૩) ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું તે સમુચિત એટલે યોગ્ય છે, બરાબર છે. કેમ? કેમકે તે અવ્યાતિ અને અતિવ્યાતિ દોષથી રહિત છે. અહા ! ન્યાયથી-યુક્તિથી વાત કરે છે, કહે છે કે આત્મા જ્ઞાન દ્વારા જણાય એમ છે કેમકે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. રાગ એ તારું લક્ષણ નહિ, કેમકે તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતો નથી તેથી તેની આત્મામાં અવ્યાતિ છે. પરંતુ જ્ઞાન એ તારું-આત્માનું લક્ષણ છે કેમકે આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. જીવની સર્વ અવસ્થાઓમાં જ્ઞાન પ્રસરે છે, તેથી જ્ઞાનલક્ષણ અવ્યાતિ-દોષરહિત છે. છોડીને જ્ઞાન કોઈ અન્ય દ્રવ્યમાં છે નહિ. તેથી આત્માનું જ્ઞાનલક્ષણ અતિવ્યાતિ દોષથી રહિત છે. આ પ્રમાણે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું બરાબર છે, વ્યાજબી છે.
(૩-૨૨૮) (૮૦૪). રાજતે શોભતે ઈતિ રાજા. ' જે પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનું અનુસરણ કરી જ્ઞાન અને આનંદની પર્યાયને ઉત્પન્ન કરે અને તે વડે શોભાયમાન રહે તે રાજા-જીવરાજા છે. બાકી રાગની પર્યાય અને પરદ્રવ્યની પર્યાયને પોતાની માને એ તો રાંકો-ભિખારી છે.
(૫-૧૫૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com