________________
જીવ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૧
(૭૯૫ )
જીવ–અજીવ બન્ને અનાદિથી એકક્ષેત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે. બન્ને આકાશના એક ક્ષેત્રે રહેલાં છે. અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થા થઈ રહી છે. પરમાર્થદષ્ટિએ જોતાં જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પુદ્દગલ પોતાના મૂર્તિક, જડત્વ આદિને છોડતું નથી. આત્મા પોતાના જ્ઞાન-દર્શનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાંતસ્વરૂપ, સ્વચ્છતાસ્વરૂપ ઇત્યાદિ નિજ સ્વભાવને કદીય છોડતો નથી. પર્યાયમાં અનેક પ્રકારના વિકારી ભાવ થવા છતાં, વસ્તુ પોતાની અનંત શક્તિથી ભરેલો જે એક ચૈતન્યસ્વભાવ છે તેને કેમ છોડે? જીવ મટીને અજીવ કેમ થાય ? ( કદીય ન થાય ). તેવી જ રીતે પુદ્દગલ પણ પોતાનું જડત્વ છોડી જીવરૂપ કેમ થાય? (ન જ થાય. ) ( ૩-૧૬ )
( ૭૯૬ )
જીવ–અજીવ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં જ સ્થિત રહે એવી વસ્તુના સ્વરૂપની મર્યાદા છે. પરંતુ જેઓ ૫૨માર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. ૫૨માર્થે જીવનું સ્વરૂપ, પુદ્દગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાના આગમથી જાણી શકાય છે. તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. ( ૩–૧૬ )
( ૭૯૭)
સ્વરૂપથી જીવદ્રવ્ય કેવું છે તે અહીં કહ્યું છે. સ્વરૂપથી જીવદ્રવ્ય શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય એક શાયમાત્ર છે. અહાહા! એ ત્રિકાળી સતનું સત્ત્વ, ભાવભાવવાનનો ભાવ અભિન્ન એક ચૈતન્યમાત્ર છે એને ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્દગલદ્રવ્યથી, ભિન્ન કહેવામાં આવેલ છે. (૩–૨૧)
( ૭૯૮ )
જુઓ ! બાળ-યુવાન-વૃદ્ધપણે કે પુષ્ટ-જીર્ણપણે કે રોગ-અરોગપણે આ શરીર પુદ્દગલોનો સ્કંધ-પિંડ છે તે પરિણમે છે, જીવ નહિ. શ૨ી૨ની અવસ્થાનો સ્વતંત્ર જન્મક્ષણ છે. જે-તે અવસ્થારૂપે શરીર સ્વયં પરિણમે છે. આ અનેક અવસ્થાના ભેદથી પ્રવર્તતું જે શરીર તે જીવ નથી. કારણ કે શરીરથી અન્ય જુદો ચિદાનંદ સ્વભાવી જીવ ભેદજ્ઞાનીઓ વડે પ્રત્યક્ષ અનુભવાય છે. શરીરને પ્રવર્તાવવું એ જીવનો સ્વભાવ નથી. (૩–૨૬)
( ૭૯૯ )
જીવ કોને કહેવાય એની અહીં વાત છે. જીવ તો અનંત અનંત ગુણનો અભેદ શુદ્ધ ચૈતન્યમાત્ર પિંડ છે. રંગ-રાગ અને ભેદના સઘળાય ભાવો એમાં નથી. રંગમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ વગેરે આવી જાય. રાગમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com